________________
નહિ એસો જનમ બાર-બાર
૪૧
(વિપાકોદય) વિના પણ ખતમ કરી શકાય છે, નિકાચિત કર્મો બહુ થોડા હોય છે. ઝાઝા તો અનિકાચિત જ હોય છે; કેમકે સામાન્ય રીતે સારાં કે નરસાં કાર્યો અતિ ઉત્કૃષ્ટ ભાવ સાથે થતાં હોતા નથી. ઉત્કૃષ્ટ ભાવ વિના કર્મો નિકાચિત બની શકતા નથી.
અનિકાચિત કર્મોને ખતમ કરી નાખવા માટે પુરુષાર્થ જ મુખ્ય બળ છે. સપુરુષાર્થના પ્રચંડ બળથી અનિકાચિત અશુભ કર્મોને થોડી જ પળોમાં પણ ખતમ કરી શકાય છે.
કરેલાં કર્મો ભોગવ્યા વિના કરોડો કહ્યું પણ ખતમ ન થાય' એ ગીતાવાક્ય માત્ર નિકાચિત કર્મોને જ લાગુ પાડવાનું છે.
આ શાસ્ત્રવિચાર એ વાતને સ્પષ્ટ કરી દે છે કે જૈનશાસ્ત્રોકર્મનું સૂક્ષ્મતમ નિરૂપણ કરનારા હોવા છતાં માત્ર કર્મવાદી નથી કેમકે એમનો કર્મવાદ અંતે તો પ્રચંડ પુરુષાર્થવાદમાં પરિણમી જાય છે.
ક્રિયાથી કર્મનો બંધ;
ભાવથી અનુબંધ
કર્મના બંધ અને અનુબંધ બે ય હોય છે. બેશક, બંધ ખરાબ છે પણ અનુબંધ તો ખતરનાક છે. અશુભકર્મોનો બંધ પડી જાય તો એના ઉદયકાળમાં દુઃખ ભોગવવાનું રહે પણ એ દુઃખ ભોગવતી વખતે ફરી અશુભ કર્મોનો બંધ કરાવનાર; પાપો કરાવનાર; અસમાધિ અપાવનાર, હાયવોય ઊભી કરનાર જે તત્ત્વ છે તે અશુભ-અનુબંધ છે, બંધ વખતે જ અનુબંધનું પણ નિર્માણ થઈ જાય છે.
સામાન્ય રીતે એમ કહી શકાય કે કાયાની પ્રવૃત્તિ ઉપર કર્મનો બંધ આધાર રાખે છે; જ્યારે આત્મિક વૃત્તિ ઉપર કર્મનો અનુબંધ આધાર રાખે છે.
ધર્મની કહેવાતી ક્રિયા કરનાર આત્મા પુણ્યકર્મનો બંધ જરૂર કરે. પરંતુ જો એ ધર્મક્રિયા પાછળ સાંસારિક ભાવોનો, ઝોક જોર કરતો હોય તો અનુબંધ તો અશુભ જ પડે. એટલે જ્યારે પુણ્યકર્મનો ઉદય થતાં સુખ મળે ત્યારે જ આ અનુબંધને કારણે ચિત્તમાં એ સુખો પ્રત્યે કારમી આસક્તિઓ જાગે; જીવન પાપોથી ખરડાય અને પાપકર્મનો બંધ જોરદાર રીતે શરૂ થઈ જાય.
જો કર્મના માત્ર બંધ હોત અને અનુબંધ ન હોત તો કયારનો ય ભવ્યાત્માનો મોક્ષ થઈ ગયો હોત પરંતુ “અનુબંધ' જેવું ભવપરંપરા ચાલુ રાખનારું તત્ત્વ પણ