________________
४०
નહિ એસો જનમ બાર-બાર
ગમે ત્યારે, ગમે તે પળે મોટા રૂસ્તમનું ય અપમાન કરાવી નાખતા એ કર્મોને જરાય વાર ન લાગે. બેઠી ક્રૂરતા તો જાણે એની જ! પાંચમી કતારીઆની ફોજની તમામ કળાઓમાં એ સંપૂર્ણ રીતે પારંગત! મોટા રજવાડાના રાજવીઓને ય મોત ભેગા કરી દેતા એને જરાય વાર ન લાગે! એકાદ એવું નિમિત્ત ઊભું કરી દેતાં એને જાણે ઝાઝો શ્રમ પણ ન પડે! મોટા જામરણજીત જેવા રાજાને ય લોર્ડ વેલિંગ્ટનના દરબારમાં “સીટ-ડાઉન'ની મોટી રાડ પડાવીને અપમાનિત કરાવી દેવા એ તો એને મન છોકરાની રમત !
અપમાનીતિ થયેલા જામસાહેબને આઘાત લાગે એ આઠ દિવસમાં રામશરણ થઈ જાય એ તો બધુંય કર્મના દરબારમાં સામાન્ય ઘટના જેવું ગણાય!
એક નવાબસાહેબે અંગ્રેજ રેસિડન્ટને સ્ટીમરના તૂતક ઉપર ઊભા રહીને વાત કરતાં કહ્યું કે, “આટલે સુધી આવ્યો છું તો મને મક્કા હજ કરવા લઈ જાઓ.” ઉત્તરમાં “ઉપરથી આદેશ નથી.' એમ જાણવા મળ્યું. નવાબ સાહેબને નવાબીનો રકાસ દેખાયો. “અપમાનથી જીવીને શું કરવું હતું?' એમ વિચારીને તરત દરિયામાં પડતું મૂકયું!
આવી છે કર્મોની ગુલામી! તીર્થંકર પરમાત્મા જેવા ત્રિલોકગુરુની પણ જેને શરમ ન પડી એને આવા રાજા-રજવાડા તો શી વિસાતમાં હોય!
કર્મના ચાર બંધ
લોઢાના કટકા ઉપર સોયમાત્ર અડાડીને ઊભી રાખી શકાય; દોરીથી બાંધીને રાખી શકાય, હથોડીની મદદ લઈને એ કટકામાં જડી દેવાય અને બે ય ને ઓગાળીને એકરસ પણ કરી શકાય.
કર્મોના બંધ પણ આ રીતે ચાર પ્રકારના હોય છે. કેટલાંક તો આત્માને માત્ર સહેજ અડીને જ રહે છે; કેટલાંક ચોંટે છે, કેટલાંક જામ થાય છે તો કેટલાંક કર્મો આત્મામાં એકરસ થઈ જાય છે.
શાસ્ત્રીય પરિભાષામાં તેમને અનુક્રમે સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત કહેવામાં આવે છે.
આ ચારમાં નિકાચિત કર્મ જ એવું છે કે જેનું સુખદુઃખનું ફળ ભોગવ્યા વિના (વિપાકોદયથી) ચાલી શકે જ નહિ. બાકીના ત્રણ પ્રકારે બંધાયેલા કર્મો તો ભોગવ્યા