________________
નહિ એસો જનમ બાર-બાર
કદાચ તેવા મહારસના મહાપાપો આપણે ન કર્યા હોય; ભલે નાના નાના પાપો જ આપણને પજવતા હોય પરંતુ જો નાના પાપનું ય સાચું પ્રાયશ્ચિત નહિ હોય તો આપણો ઉદ્ધાર કદી શક્ય નથી. સુખરસનું પાપ નાનું છે કે મોટું એ મોટી વાત નથી. મોટી વાત તો એના પશ્ચાત્તાપની છે. જો તે નહિ થાય તો બીજા અનંત મોહ્યું જશે તો ય આપણો નંબર હજી પણ નહિ લાગે.
મોક્ષની ઝંખના કેમ?
એ અવિનાશીપદ છે માટે આ સંસારનો કોઈ પણ ભાવ એવો નથી કે જે પલટો ન પામતો હોય. કેટકેટલા કષ્ટ વેઠે છે સંસારીજન? પોતના ઈષ્ટને આંબવા માટે
પણ પરિસ્થિતિ કેટલી બધી કરુણતાભરી છે કે એકય સિદ્ધિ સદાની બની રહેતી નથી.
વર્ષોની કસરત કરીને; જે શરીર બનાવ્યું એ એક જ ફલુના તાવના ફટકામાં ઢીલું ઘેંસ બની જાય.
વર્ષોની જમાવેલી પેઢી એક દીમાં દેવાળું ફૂંકી નાંખે. લાડકોડે ઉછેરીને મોટો કરેલો દીકરો એક પળમાં પરલોક ભેગો થઈ જાય.
જિંદગીભર વ્યવહારો કરી કરીને કમાયેલી આબરૂ એકાદી ભૂલમાં ધૂળ ચાટતી થઈ જાય!
એક જ આઘાતે પ્રોફેસર બધું ય ભૂલી જાય. એક જ જીવલેણ ફટકામાં કાળા બધાં ય વાળ એક રાતમાં ધોળા થઈ જાય!
નાનકડી એક ભૂલમાં સેંકડો વર્ષોથી જામેલું ઘર, ગામ, શહેર આગથી ભડથું થઈ જાય!
હાય! આ તે કેવો વિનાશે ઝડપાયેલો ભાવ કેવા અનુભવો! કેવી આ નાલેશીભરી હારની પરંપરાઓ!
માટે જ મોક્ષમાં ચાલ્યા જવું જોઈએ.
ત્યાં કોઈ વાતનો વિનાશ નહિ. કાળનું ત્યાં કોઈ અસ્તિત્વ જ નહિ. સિદ્ધત્વભાવના પ્રગટીકરણે જે અનંત આનંદનો કુવારો છૂટ્યો એ સદાનો બની ગયો. કદી એની સરવાણીઓ સુકાઈ જાય નહિ.. એની સેર વહેણ બદલે જ નહિ. એકવાર ભલે કષ્ટ