________________
וד
નહિ ઐસો જનમ બાર-બાર
૩૫
તરફનું પત્નીનું પતિવ્રતાપણું તો ધરાર અવગુણ છે.
એ જ રીતે અશાસ્ત્રીય કે અનૈતિક જીવન તરફ દોરતા ગુરુની કે વડીલની એ આજ્ઞાનું પાલન એ સર્વથા અવગુણ જ છે.
એક જ બિલાડી... પોતાના બચ્ચાને મોંથી ઝાલે ત્યારે એનામાં વાત્સલ્યનો ગુણ દેખાય છે; જ્યારે ઉંદરને ઝાલે ત્યારે હિંસકતાનો અવગુણ દેખાય છે. ક્રિયા એક જ... આશય જુદા.. માટે જ એક જ ક્રિયામાં ગુણત્વનું અને અવગુણત્વનું દર્શન થાય છે.
આથી જ ગુણ પણ સુ હાય તો જ સારો.
અવગુણ પણ ‘કુ’ બનતો હોય ત્યારે જ ખરાબ.
ગુણ સારો હોય કે ન પણ હોય. પરંતુ ‘સુ’ તો બધાય સારા... પછી તે સ્વરૂપથી ગુણ હોય કે અવગુણ.
અનંત મોક્ષગામી થયા! આપણે કેમ રહી ગયા?
જો આજ સુધીમાં મોક્ષપદને પાંચ દસ હજાર આત્માઓ જ હોત તો મોક્ષમાં જવાનું કામ આપણને અત્યંત વધુ કપરું લાગત. પરંતુ શાસ્ત્રકાર પરમર્ષિઓ તો ફરમાવે છે કે આજ સુધીમાં અનંતાનંત આત્માઓ મોક્ષપદને પામ્યા છે. ઠેઠ (આઠમાંથી) પંચમાં અનંતાની સંખ્યા જેટલા આત્માઓ મુક્તિપદ પામી ગયા.
‘તો આપણે કેમ રહી ગયા?' એ એક પ્રશ્ન થાય છે. શું એટલા બધા પાપી હોઈશું કે અનંતાનંત આત્માઓ જે મુક્તિપદને પામ્યા તેમાં આપણો નંબર આજ સુધી ન લાગ્યો! આ તે કેટલું મોટું દુર્ભાગ્ય! આત્માની કેટલી મોટી અપાત્રતા!
એવા તે કેવા પાપસંસ્કારો જીવનમાં પ્રજ્વળી ઊઠયા હશે? ના... એવો
પાપીઆરો તો આ આત્મા જણાતો નથી! તો મહાપાપીષ્ઠો પણ મુક્તિનું મંગળપદ પામ્યા એ આપણો આત્મા આ સંસારમાં જ કેમ ભમતો રહ્યો ?
આ રહ્યો તેનો ઉત્તર..... આજ સુધીમાં ક્યારે પણ આપણને સંસારનું સુખ ખરાબ લાગ્યું નથી. દુઃખ ખૂચ્યું છે પણ સુખ કદી ખૂચ્યું નથી. આ શલ્યે જ આપણો નંબર લાગવા દીધો નથી. સુખના મહારસિયાઓને જ્યારે સંતસમાગમ થયો અને પશ્ચાત્તાપના આંસુની ગંગા-જમના વહી ગઈ ત્યારે તરત તેમનું કલ્યાણ થયું. ભલે