________________
નહિ એસો જનમ બાર-બાર
આ જગતમાં જેટલી અત્યંત મૂલ્યવાન વસ્તુ છે તેનો સાધુ થનાર વ્યક્તિએ લેશ પણ ત્યાગ કર્યો નથી. એણે તો તુચ્છ, વિનાશી અને કલેશ ભરેલા કંચન, કામિની આદિનો ત્યાગ કર્યો છે. અત્યંત મૂલ્યવાન ગણાતી વસ્તુઓનો તો એણે જરા ય પરિત્યાગ કર્યો નથી.
જ્યારે સંસારી માણસે તો કંચન, કામિની વગેરે અતિતુચ્છ ચીજોને મેળવવાના અને રક્ષવાના પ્રચંડ પુરુષાર્થના બદલામાં અતિશય મૂલ્યવાન બધી ચીજોનો ત્યાગ કરી દીધો છે!
ખરા ત્યાગી તો સાધુ કે સંસારી? નમસ્કાર કરવા જેવા સાધુ કે સંસારી? તુચ્છનો ત્યાગી નમસ્કાર્ય છે કે અમૂલ્યનો ત્યાગી નમસ્કાર્ય છે?
જાણો છો શું ટાગ્યું છે એ સંસારીજનોએ?
આ રહ્યા તે વસ્તુઓના નામ. સદેવ અવિસ્મરણીય ભગવાન.. સર્વત્ર પ્રકાશકર ગુરુદેવ... અને ભવોભવની જનેતા.... ધર્મમાતા.
ભગવાન જેવા ભગવાન, ગુરુ જેવા ગુરુ અને ધર્મ જેવા ધર્મનો જેણે ત્યાગ કરી દીધો... એ સંસારીજનો જ મહાત્યાગી કહેવાય ને? આ ત્યાગ કરવાની તાકાત તો તે ધનાદિના ત્યાગી સાધુમાં ય નથી હોં...
ગુણો પણ કુ હોય તો ખરાબ
ગુણ બધા ય સારા અને અવગુણ બધા ય ખરાબ એમ કદી ન કહેવાય.
અમુક દ્રવ્ય સાથે; અમુક ક્ષેત્રમાં; અમુક કાળે અને અમુક ભાવ સાથેના - ગુણ પણ અવગુણ બની જાય અને અવગુણ પણ ગુણ બની જાય.
કુલટા સ્ત્રીની લજ્જાને ગુણ કેમ કહેવાય? બગલાના ધ્યાનને ગુણ કેમ કહેવો? પારધિની શાંતિને ગુણ કેમ કહેવો? ધર્મ કાજેના યુદ્ધની હિંસાને અવગુણ કેમ કહેવાય ? જીવરક્ષા માટેના જૂઠને અવગુણ કેમ કહેવાય? મોક્ષાશયવાળી શાસ્ત્રીય પૂજાની સ્વરૂપ હિંસાને અવગુણ કેમ કહેવાય? પતિવ્રતાપણું જરૂર ગુણ કહેવાય. પરંતુ દુરાચારના રસ્તે પત્નીને દોરતા પતિ