________________
નહિ ઐસો જનમ બાર-બાર
કામ-ક્રોધની જનેતાઓ
અનેક અપેક્ષાઓથી ધર્મતત્ત્વનું ચિંતન કરી શકાય.
એવી જ એક અપેક્ષાથી વિચાર કરતાં એમ લાગે છે કે કામ-વિકારોની જનેતા કુતૂહલવૃત્તિ છે. “એ શું હશે?' એ કુતૂહલવૃત્તિનો વ્યાપક અને સ્થળ આકાર છે. જેમણે કામ-ભોગને સેવ્યા છે એનામાં તો સામાન્યતઃ કામભોગોની અનુભવવૃત્તિની જ આવૃત્તિઓ મનમાં ચાલતી રહે છે અને તે જ કામવિકારોને પ્રજવલિત કરી મૂકે છે. પરંતુ અમુક્ત ભોગીઓને તો સામાન્યતઃ કુતૂહલવૃત્તિથી જ પતનના શ્રીગણેશ મંડાય છે.
બેશક; ભોગવૃત્તિની આવૃત્તિઓ આ કુતૂહલવૃત્તિ કરતાં ખૂબ જ વધુ ખતરનાક હોય છે પરંતુ અભુક્તભોગી સાધકોની દુનિયામાં તો કુતૂહલવૃત્તિ એટલી જ ખતરનાક છે. ભલે પછી તે અપેક્ષાએ ઓછી ઘાતકી ગણાતી હોય.
આફ્રિકાના જંગલના સિંહ કરતાં ઘરનો મચ્છર વધુ ખતરનાક નથી શું?
આથી જ અભક્તભોગીએ કુતૂહલવૃત્તિથી સદા બાર ગાઉ વેગળા જ રહેવું જોઈએ.
ક્રોધ વિકારનો જનક છે અધિકારવાદ. જેને કોઈ પણ વસ્તુ ઉપર પોતાનો મમત્વપ્રેરિત અધિકાર દેખાયો એને એ વસ્તુના કારણે ક્રોધ ભભૂકી ઊઠતા વાર નહિ લાગે.
ક્રોધને સદાનો શાંત રાખવો હોય તો ક્યાંય પોતાના અધિકારની વાત ન કરતા. ના.. દીકરા, દીકરી કે પત્ની ઉપર પણ નહિ.. અરે! દેહ ઉપર પણ નહિ.
બેશક અઘરું છે આ કામ.. પરંતુ જો સિદ્ધિ મેળવી લેશો તો જીવન જીવવાની કળા હાથમાં આવીને પડી જશે.
મોટા ત્યાગી; સાધુ કે સંસારી?
લોકો કહે છે કે જે સાધુ થયા તેણે ખૂબ ત્યાખ્યું. ઘર, બાર, કુટુંબ, કબિલો, કંચન અને કામિની.. બધું ય... કેટલું બધું?
હું કહું છું કે સાધુ કરતાં ય સંસારી માણસે ખૂબ ત્યાંગ્યું છે. સાધુ કરતાં ય વધુ ત્યાગ તો એણે જ કર્યો છે.