________________
નહિ એસો જનમ બાર-બાર
દંભનો એક જ અવળો ભાવ તપના સઘળા ય સભાવોને નિષ્ફળ બનાવી દઈને વિભાવદશામાં આત્માને અનંતકાળ માટે ફેંકી દેશે.
દંભનો એક જ અવળો ભાવ તપના સઘળા ય સદભાવોને નિષ્ફળ બનાવી દઈને વિભાવદશામાં આત્માને અનંતકાળ માટે ફેકી દેશે.
સંગમકનો આત્મા એક જ સદ્ભાવે શાલિભદ્ર બનીને મુક્તિપંથનો મહાયાત્રી બન્યો. એક જ અસદ્ભાવે લક્ષ્મણા સાધ્વીનો ભયાનક સંસાર વધારી મૂક્યો. માત્ર સદ્ભાવ સુધી નહિ પણ સ્વભાવ સુધી પહોંચો. જીવનનું સાર્થકય એમાં જ છે,
પોતાનું ઠેકાણું ન હોય તો
ભગવાન પણ શું કરશે? સાક્ષાત્ ભગવાન કે સાક્ષાત્ ગુરુદેવ વગેરે સઘળાય આપણા આત્માના વિકાસમાં નિમિત્તભૂત તત્ત્વો છે. જો ઉપાદાન કારણમાં જ ઠેકાણું ન હોય તો આ નિમિત્તો ય નકામા બની જાય. ના.. સાક્ષાત્ ભગવાન પણ કાંઈ ન કરી શકે.
સાક્ષાત્ ભગવાનને પણ સાંભળ્યા પછી ઘણા “બિચારા' આત્માઓ બોલતા કે, “તમારે મોક્ષે જવું હોય તો જાઓ... અમારે મોક્ષમાં જાવું જ નથી.” આવા દયાપાત્ર જીવોને ભગવાન પણ ઉગારી શકતા નથી.
જેટલી અસર નિમિત્તની છે તેટલી જ પરિપક્વતા ઉપાદાનની પણ હોવી જ ઘટે. કોઈ પણ એકલાથી કાર્ય થતું નથી.
શ્રીરામચન્દ્રજીની જ વાત કરીએ. અરણ્યમાં ફરવા નીકળેલા લક્ષ્મણને સૂર્યાસ ખગ મળ્યું. તેનો પ્રયોગ કરવા જતાં સાધક શબૂકનું મરણ થયું. દુઃખી થઈને લક્ષ્મણ ચાલ્યા ગયા. થોડા વખત બાદ શંબૂકની માતા શૂર્પણખા આવી. પુત્રમૃત્યુથી અત્યંત ક્રોધાંધ બની ગઈ. લક્ષ્મણના પગલે પગલે કુટિરે પહોંચી. પુત્રપ્ન લક્ષ્મણને અને તેના મોટાભાઈ રામે જોયા. બેય ઉપર કામા થઈ ગઈ. ક્રોધ ભાગી ગયો. રામના દર્શનેય કામ જાગી ગયો!
રે! રામના દર્શને તો કામ નાસી જાય કે જાગી જાય?
બસ... અહીં જ ઉપાદાનનું જોર પ્રત્યક્ષ થાય છે કે જે ઉચ્ચતમ નિમિત્તને પણ નિષ્ફળ બનાવી દે છે.
જેનો આત્મા જ બળીયો નહિ અને ભગવાન પણ તારી શકે નહિ.