________________
૩૦
નહિ એસો જનમ બાર-બાર
નિમિત્ત વિના ઉપાદાન-શક્તિ ન પ્રગટે
વસ્તુમાં જો તે શક્તિ હોય તો જ તે શક્તિ ક્યારેક પણ પ્રગટ થાય. જો એ શક્તિ જ ન હોય તો ગમે તેટલા પ્રયત્ન પણ તે શક્તિ પ્રગટે નહિ. આને સત્કાર્યવાદ કહેવાય છે.
માટીમાં ઘડો બનવાની શક્તિ છે માટે જ માટીમાંથી ક્યારેક ઘડો બને છે પણ પાણીમાં ઘડો બનવાની શક્તિ જ નથી માટે ક્યારેક પણ પાણીમાંથી ઘડો બની શકે જ નહિ. પણ બીજી વાત સમજી રાખવાની
જી રાખવાની જરૂર છે કે ઉપાદાનમાં શક્તિ હોય તો પણ તે સ્વયંભૂ તો ન જ હોઈ શકે. ઉપાદાનની શક્તિ આપોઆપ ન પ્રગટી જાય. એને પ્રગટ કરવા માટે તે તે અનુકૂળ નિમિત્તની જરૂર તો છે જ.
આત્મામાં સચ્ચિદાનંદ સ્વરૂપ પડેલું જ છે પણ સદ્ગુરુયોગ વગેરે નિમિત્તો વિના કાંઈ તે પ્રગટી ન જાય.
માટીમાં ઘડો છે જ, પણ કુંભાર, ચાક, પાણી વગરે નિમિત્તો વિના એકાએક સ્વતઃ માટી કાંઈ ઘડો બની ન જાય.
દૂધમાં ઘી પડેલું જ છે પણ મેળવણ વગેરે વિના તે પ્રગટી જતું નથી.
બીજમાં જ ફળ પડયું છે પણ માટી, તડકો, પાણી વગરે વિના તે પ્રગટ થઈ જતું નથી.
માટે ઉપાદાનની જેટલી મહત્તા એટલી જ નિમિત્તની મહત્તા છે એ વાત ખૂબજ વ્યવહારુ સાબિત થાય છે.
ગુણ પણ અવગુણઃ
અવગુણ પણ ગુણ ન્યાય, નીતિ, અહિંસા, મૈત્રી વગેરે ગુણો કહેવાય છે છતાં જો કોઈ અધર્મની પુષ્ટિ ખાતર ન્યાયાદિનો ઉપયોગ થતો હોય તો એ બધા ય અવગુણ બની જાય છે.
કોઈને સારી પેઠે લૂંટી લેવા માટે શરૂઆતમાં ન્યાય નીતિ દાખવવામાં આવે તેને ગુણ કેમ કહેવાય?
સ્ત્રી ઉપર બળાત્કાર કરતા પુરુષને નસાડી મૂકવા માટે લાકડી ન મારવાની અહિંસાને ગુણ કેમ કહેવાય? | દગો રમવા માટેની મૈત્રીને ગુણ કેમ કહેવાય? કુલટા સ્ત્રીની બીજાને આકર્ષવા માટેની લજ્જાને ગુણ કોણ કહે ?