________________
નહિ એસો જનમ બાર-બાર
આ ત્રણેય કક્ષાઓ પૂર્વની કક્ષાએ સારી છે. સાવ જંગલી-નાસ્તિક દશાના જીવ માટે સુખાદિના લોભથી ધર્મ થાય તો તે ખોટો ન કહી શકાય. બેશક, ઉપરની કક્ષાઓની દૃષ્ટિએ તે અવશ્ય વિષાનુષ્ઠાનાદિ સ્વરૂપ કહીને ત્યાજ્ય કહી શકાય. આવું જ પુણ્યાદિ લોભથી થતાં ધર્મ માટે પણ સમજી લેવું.
પુરુષાર્થ : પુણ્ય : અને ધર્મ
તમે મોજમાં કેમ છો? એમ તમને કોઈ પૂછે તો તમે શું જવાબ આપો? ધર્મના પ્રભાવે (દેવગુરુની કૃપાથી) મોજમાં છું એમ કહો? હાલ પુણ્યોદય ચાલે છે માટે મોજમાં છું એમ કહો? કે મારો બુદ્ધિ લડાવવા વગેરેનો પુરુષાર્થ જબ્બર છે માટે મોજમાં છું એમ
કહો ?
આ ત્રણે ય ઉત્તરો સાચા તો છે જ. કેમ કે માણસ ભૌતિક જગતમાં જે સુખ પણ પામે છે તેમાં ધર્મ પણ કારણ છે, પુણ્ય પણ કારણ છે અને પુરુષાર્થ પણ કારણ છે.
આમ છતાં ઉપરના ઉત્તરો આપનાર વ્યક્તિ ક્રમશ: મહાઆસ્તિક, આસ્તિક, એ નાસ્તિક છે એમ કહી શકાય.
ધર્મના પ્રભાવને માનનારની મહાઆસ્તિકતા અંગે તો કોઈ શંકા થાય તેમ નથી.
પુણ્યને માનનારની નજર પુણ્યજનક ધર્મ તરફ ન ગઈ માટે આસ્તિકતામાં થોડી કચાશ આવી. છતાં પુણ્યકર્મ માનનાર જો એના આધારભૂત આત્માને; જન્મજન્માંતરમાં કર્મબંધને, તેના આ જન્મના ફળ વગેરેને પણ માને છે તો તે આસ્તિક તો જરૂર કહેવાય.
જ્યારે પોતાના બૌદ્ધિક, કાયિક પુરુષાર્થને જ માનનારો તો પુણ્યાદિને માનતો નથી માટે એને ઉઘાડો નાસ્તિક જ કહેવો રહ્યો. - સત્ય વિધાન પણ હઠાગ્રહથી શ્રોતાની પાત્રતાના વિચારના અભાવથી દૂષિત થાય તો અસત્ય બની જાય છે એ વાત કાય માટે બરોબર સમજી રાખવી જરૂરી છે.