________________
નહિ એસો જનમ બાર-બાર
કૉક” ઉપર જ નિયંત્રણ લાવવું ઘટે.
એક જ કેરીનું દર્શન સંસારીની જીભમાંથી પાણી છોડે.... એનું પતન કરે; જ્યારે એ જ દર્શને યોગીની આંખમાંથી પાણી ચાલ્યું જાય. જડતત્વ પણ સમગ્ર સંસારને કેવું નચાવી મારે છે! ચૈતન્યનું કેવું અધઃપતન કરે છે એ વિકારી વિચાર બદલ...!
તમને મળેલી સામગ્રીઓ પતનનું નિમિત્ત બનશે કે ઉત્થાનનું? એ વાતનો નિર્ણય તો જન્મજન્માંતરમાં જે ધર્મથી પુણ્ય બાંધીને તમે વર્તમાનમાં સુખસામગ્રી મેળવી છે એ ધર્મની પાછળ તમારા ભાવો કેવા હતા એ વાત જાણીને જ આપી શકાય.
સુખ પુણ્ય અને ધર્મ
ઘણી જ બાળકક્ષાના જીવો સુખ અને દુઃખના જ તત્ત્વજ્ઞાનને નજરમાં રાખતા હોય છે. જો એમને એ વાત સમજાવી દેવામાં આવે કે સત્કર્મ કરવાથી સુખી થવાય છે અને દુષ્કર્મ કરવાથી દુઃખી થવાય છે તો સુખપ્રેમી તે જીવો સત્કર્મ તરફ વળે અને દુઃખષી તે જીવો દુષ્કર્મથી પાછા હટે.
પણ જે જીવો કાંઈક વિશેષ વિકાસ પામ્યા છે તેમના તત્ત્વજ્ઞાનમાં સુખને બદલે પુણ્યકર્મ અને દુઃખને બદલે પાપકર્મ ગોઠવાયેલું હોય છે. આવા જીવો પુણ્યકર્મના લોભથી સત્કર્મ કરે છે અને પાપકર્મના ભયથી દુષ્કર્મથી પાછા હઠે છે. આવી કક્ષાના જીવોને સુખદુઃખનું તત્ત્વજ્ઞાન સમજાવવું જોઈએ નહિ.
જગતમાં ત્રીજા પ્રકારના - ઉચ્ચ કક્ષાના કેટલાક જીવો એવા પણ હોય છે કે જેમનાં ચિંતનમાં સુખ-દુઃખ અને પુણ્યપાપ હોતા નથી. તેઓ તો ધર્માધર્મનો જ વિચાર કરતા હોય છે. “સુખ મળે કે પુણ્ય મળે માટે ધર્મ કરવો. દુઃખ મળે કે પાપકર્મ બંધાય માટે અધર્મ ન કરવો એવું તેઓ કહેતા નથી.
એ કહે છે : ધર્મ તો મારા આત્માનો સ્વભાવ છે; ધર્મ કર્યા વિના મને ચાલે તેવું નથી માટે જ હું ધર્મ કરું છું.
અધર્મ એ મારા સ્વભાવથી બહિર્ભત વસ્તુ છે માટે જ હું અધર્મ આચરી શકું તેમ નથી.
ચંદનની સુગંધ જેવો કે પુણ્યની સુવાસ જેવો સ્વાભાવિક ધર્મ એ જ ઉત્કૃષ્ટ કક્ષાનો ધર્મ છે.