________________
નહિ ઐસો જનમ બાર-બાર
શેઠને કહેવું શી રીતે કે, “તમે સહી બરોબર કરી નથી માટે બેંકમાંથી “ચેક પાછો ફરશે ?”
પણ જમાનાના ખાધેલ શેઠ એક પળમાં સેક્રેટરીનું મોં વાંચી ગયા. તરત જ શેઠે કહ્યું “સહી સામે ન જો. મારા આ કપાળ સામે જો. ચેક સહીથી સ્વીકારાતા નથી; એ તો આ કપાળથી સ્વીકારાય છે. રેતીમાં પણ નાવ ભાગ્યથી સડસડાટ ચાલી જાય છે !'
સેક્રેટરી તો ઠંડોગાર બની ગયો. એ હતો પુષ્કળ ભણેલો ! છતાં પગારદાર નોકર! પેલા હતા સાવ અભણ! છતાં કરોડપતિ શેઠ! હાથ કંકણને આરસીની શી જરૂર?
આંખ પતન પણ કરે
ઉત્થાન પણ કરે
આત્માના પતનના જેટલા કારણો છે તેટલા બધા ય ઉત્થાનના કારણો છે એવું શાસ્ત્રવચન છે.
પર્વત ચડતાં જેટલા પગથિયાં થાય; એટલાં જ ઊતરતા પગથિયાં થાય. એકે ય ઓછાં નહિ, વધારે પણ નહિ.
એ જ આંખ વિકારે ચડીને આત્માનું પતન કરે; શાસ્ત્ર સ્વાધ્યાય, પરમાત્મા દર્શન વગેરે દ્વારા આત્માનું ઉત્થાન પણ કરે.
પતનની શક્યતાવાળી આંખોને કાંઈ ફોડી ન નખાય. એમ કરતાં તો આંખોના જે લાભો છે તે પણ ખોવાઈ જાય.
પાણીની ચકલીમાંથી બહુ જોરમાં પાણીનો પ્રવાહ ધસી આવવાથી ઘણો અવાજ થતો હોય તો એ અવાજ બંધ કરવા માટે કાંઈ ચકલી બંધ કરી ન દેવાય. હા. એમ કરતાં અવાજનો ત્રાસ મટી જાય પણ તેની સાથે સાતે પાણી પણ મળતું બંધ થઈ જાય તે કેવું પ્રચંડ નુકસાન!
અવાજ બંધ થાય અને પાણી મળતું રહે એવો જ ઉપાય કરવો જોઈએ અને તે માટે ટાંકી પાસેના ‘કોક'ને જ થોડો કાબૂમાં લેવો જોઈએ.
આંખ વગેરેના સંભવિત પતનને ખાળવા માટે આંખો ફોડાય નહિ પણ મનના