________________
નહિ એસો જનમ બાર-બાર
પુરુષાર્થ વિના તો સર્જાયું નથી જ માટે પુરુષાર્થ છૂપો રહીને ય ત્યાં કામ તો કરે જ
જ્યાં ડૉક્ટરોના અલ્પતમ પુરુષાર્થ કાર્ય બની ગયું ત્યાં ભાગ્યની પ્રધાનતા જ માનવી રહી.
હવે મૂળ વાત ઉપર આવીએ. પ્રત્યેક કાર્યમાં બેય કારણો હોવા છતાં સાંસારિક કાર્યોમાં ભાગ્યને વજન આપવું અને ધાર્મિક કાર્યોમાં પુરુષાર્થને જોર આપવું જરૂરી લાગે છે. સાંસારિક બાબતોમાં પુરુષાર્થને જોર આપવામાં આવે તો ઘણા પાપપુરુષાર્થો થઈ જાય. ધાર્મિક બાબતોમાં ભાગ્યનો (ભાગ્યના ઉદયનો) વિચાર મુખ્ય બનાવવામાં આવે તો નિષ્ક્રિયતા આવી જાય. આમ બે ય ક્ષેત્રોમાં આફત ઊતરે છે, અને અનર્થો મચે છે. આથી જ બેયના સ્થાન ઊલટાવી નાખવા જોઈએ. સંસારમાં કાંઈક પણ નિષ્ક્રિય બનવા માટે “ભાગ્યનો વિચાર વધુ કરો; ધર્મમાં વધુ સક્રિય બનવા માટે પુરુષાર્થને જ પ્રાધાન્ય આપો. પછી જોઈ લો મજા... પાપો ઘટતાં જશે ને પુણ્યબળ વૃદ્ધિ પામતું જશે.
પુરુષાર્થે તો પેટ જ ભરાય;
પટારા તો ભાગ્યથી ભરાય પુરુષાર્થવાદ ઉપર ઝાઝી કૂદાકૂદ કોઈ કરશો મા!
જે વૈભવી જીવનના તમે સોણલાં સેવો છે એને સત્ય બનાવનાર પુરુષાર્થ છે એવા ભ્રમમાં કદી પડશો મા!
નાહકની દોડધામ કરીને થાકી જશો.
મનના વલોપાતમાં અટવાઈને જીવનની શાંતિ સંપૂર્ણપણે હારી જશો, કેમકે પુરુષર્થ માત્રથી તો પેટ ન ભરાય છે, વૈભવી જીવન માટે જરૂરી પટારાબંધ પૈસા તો ભાગ્યથી જ મળે છે. આ વિચાર કરીને થોડા ઠંડા પડો. મગજની ખોટી ગરમી ઓછી કરી નાખો. અને દોડધામ કરીને ધર્મથી વિમુખ બન્યા છો તો હવે થોડા પણ ધર્મસન્મુખ બનો.
પેલા મુંબઈના અભણ શેઠની વાત નથી જાણતા? પોતાના નામની સહી “ચેક” ઉપર કરવી પડે એટલા માટે ઘૂંટીઘૂંટીને સહી શીખી રાખી હતી. બાકી કશુંય આવડતું ન હતું.
એક વાર ‘એક’ ઉપર સહી બરોબર ન થતાં સેક્રેટરી મૂંઝાયો! પણ એવા મોટા