________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૫
ભાગ્ય અને પુરુષાર્થ વચ્ચેની ભેદરેખા
દો, તીન, પાંચની પત્તાની રમત તમે જાણો છો ને? ખૂબ સારી રીતે પાના ચીપી લીધા પછી વારાફરતી એકેકું પત્તું વહેંચી દેવામાં આવે; એટલે બધું મળીને દરેકની પાસે ૧૦-૧૦ પત્તા આવે. પછી રમત શરૂ થાય. સહુ પોતાની બુદ્ધિના દાવપેચ લડાવતા જાય અને એક વ્યક્તિએ નોંધેલા પત્તા ઉપર પોતાનું પત્તું નાખતા
જાય.
આ રમતને અનુલક્ષીને આપણે ભાગ્ય શું અને પુરુષાર્થ શું ? તે જોઈએ.
દરે વ્યક્તિના હાથમાં ૧૦-૧૦ પત્તા આવ્યા, તેમાં ભાગ્ય દેખાય છે. સારી રીતે પત્તાને ચીપી નાખ્યા બાદ જેના હાથમાં જે ૧૦ પાના આવ્યા, તે તેના ભાગ્યથી જ આવ્યા. એમાં તે વ્યક્તિનો કોઈ વ્યક્ત પુરુષાર્થ કામ કરતો નથી.
પણ એ દસ પાના મળ્યા પછી રમતના દાવમાં બુદ્ધિ લડાવીને જે પાના ફેંકવામાં આવે છે તેમાં તો તે વ્યક્તિનો પુરુષાર્થ જ કામ કરે છે.
ટૂંકમાં સુખની કે દુઃખની સામગ્રી મળવી તે ભાગ્ય પણ એ સામગ્રીનો ઉપભોગ કરવો તે પુરુષાર્થ.
આંખ મળવામાં ભાગ્ય. પણ એનો સારો, નરસો ઉપભોગ કરવામાં પુરુષાર્થ. ખરાબ ઉપયોગ કરનાર કદી એમ ન કહી શકે કે, ‘‘ભાગ્યમાં આંખનો ખરાબ ઉપયોગ નિશ્ચિત લખાયો હતો માટે ખરાબ ઉપયોગ થયો ?’’ ગરમાગરમ ભજિયા કરાંજીને ખાનારને મધરાતે પેટમાં દુઃખાવો ઊપડે ત્યારે ભાગ્યને દોષ દેનારો તે પાગલ છે. એણે પોતાના રસલંપટતાના અવળા થયેલા પુરુષાર્થને જ વિચારવો જોઈએ.
ભાગ્ય કે પુરુષાર્થનો વિચાર ક્યાં કરવો?
બેશક, બેય બળવાન છે; ભાગ્ય પણ બળવાન છે, પુરુષાર્થ પણ બળવાન છે. એકના વિના બીજો પણ ‘એકલો’ કોઈ કાર્ય કરી શકે તેમ નથી. છતાં બેમાંથી કોઈ ઠેકાણે એક વધુ બળવાન હોય છે તો બીજો ઓછો બળવાન હોય છે.
ડૉક્ટરો ઘણો પુરુષાર્થ કરે છતાં દરદી મરી જાય તો તે મરણમાં દરદીનું મરણ પામવાનું ભાગ્ય બળવાન ગણાય પરંતુ એવું મરણ લાવનાર ભાગ્ય જન્માંતરના