________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૪૯
દિલ્હીમાં રહીને ટેબલ ઉપર સહીઓ કરતા રહે, અને ભારતની પ્રજાને દોરવણી જ આપે તો તે ઉચિત ગણાય છે; કેમકે તેમનું કાર્ય તેમના જેવા કોક જ કરી શકે છે માટે તેમને ખેતીમાં ન જ જોડાય. આવું જ પાપમુક્તિનું કાર્ય સંતોનું છે.
સંસારી ધર્મ કરે તે આશ્ચર્ય! સાધુ પાપ કરે તે આશ્ચર્ય!
જન્મજન્માંતરોના પાપ સંસ્કારો લઈને જ આ જગતમાં જન્મ પામેલા માનવો ચોવીસે ય કલાક પાપ કરે તેમાં આશ્ચર્ય શું પામવાનું? સદા પાપ કરવાની જ ટેવવાળો આત્મા થોડી ક્ષણોનો પણ ધર્મ કરે એ જ આશ્ચર્ય ગણાય! એવો માણસ તો ધન્યવાદને પાત્ર ગણાય.
હા, સાધુની વાત સાવ જુદી છે. ચોવીસે ય કલાક ધર્મ કરવાની પ્રતિજ્ઞા કરતો સાધુ ધર્મ કરે એમાં કશું ય નવાઈ પામવા જેવું નથી. હા. એની આંખના ખૂણીયામાં પણ વિકાર ભાવ જાગે તો ખરેખર એ આશ્ચર્ય ગણાય. એ સાધુ સખ્ત ઠપકા પાત્ર ગણાય.
જો આ વાત બરોબર સમજાઈ જશે તો લગભગ સહુમાં સાધારણ બની ગયેલી બે ભયાનક ભૂલો જીવનમાંથી વિદાય પામી જશે.
એક ભૂલ, શિથિલ સાધુઓને પંપાળવાની ગંદી મનોવૃત્તિ; અને બીજી ભૂલ, સંસારી ધર્મી લોકોને એમના જીવનના દોષો દ્વારા ધર્મને વખોડી નાખવાની હલકી નીતિ.
ભલેને વિષ્ઠાના કુંડમાં બિરબલ પડયો હતો; છતાં શાબાશીને પાત્ર બન્યો; કેમકે એ અત્તર ચાટતો હતો.
બાદશાહ અકબર ભલેને અત્તરના કુંડમાં હતો, છતાં હાંસીને પાત્ર બન્યો; કેમકે એ વિષ્ઠા ચાટતો હતો.
બેયને આવેલા સ્વપ્નની આ વાત બરોબર વિચારાય તો જુઠી નિંદા-પ્રશંસાના ઘણા પાપોમાંથી ઊગરી જવાય.
અનન્ત મૃત્યુથી ભયભીતને વળી વિકાર કેવા?
જેને શાસ્ત્રચક્ષુથી એ વાત સ્પષ્ટ રીતે દેખાય છે કે શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ વર્તાવ સ્વરૂપ પાપ કરવાથી અનેક યાવત્ અનંત મૃત્યુના દુઃખની ખપ્પરમાં ફેંકાઈ