________________
નહિ ઐસો જનમ બાર-બાર
અનુકૂળતાઓ કે પ્રલોભનોની સામગ્રીની વચમાં રહીને પણ મોક્ષમાર્ગની સાધના જાણે ખૂબ આસાનીથી કરતા હોય.
૨૪૮
સાધુજીવનના આ ત્રણ ગુણો શાસ્ત્રોમાં જુદે જુદે ઠેકાણે જણાવેલા છે. વિચાર કરતા એમ લાગે છે કે આમાંના એક પણ ગુણના અભાવમાં સાધુતા ટકી શકે નહિ.
દરેક સાધુએ પોતાની સાધુતાને આ ગુણો દ્વારા કસવી જોઈએ. મનને સહવા માટે તૈયાર બનાવવું જોઈએ. ગમે તેટલા માનપાનાદિની વચમાં પણ મોક્ષમાર્ગની સાધના નિરાબાધ રીતે ચલાવવી જોઈએ અને અન્ય સાધુઓ પ્રત્યે ખૂબ જ વાત્સલ્ય કે બહુમાનવાળા બનીને સહાયક પણ બનવું જોઈએ.
સાધુનુ લક્ષ્ય શું? આચરણ શું? દુઃખમુક્તિ કે પાપમુક્તિ?
સંસારનો પરિત્યાગ કરીને જિનેશ્વર ભગવંતોની આજ્ઞાને સંપૂર્ણ વફાદાર રહેવાનું જીવન જીવતા સાધુ પોતાના દુઃખોની ચિંતા ન કરે; પણ પોતાના પાપોના નાશની જ રાત ને દિવસ ચિંતા કરે.
આવું જીવન જીવતા જો કોઈ પ્રભાવક શક્તિ ઉત્પન્ન થાય તો પરાત્માઓના દુઃખોની ચિંતા ન કરતાં, એમના પણ પાપોના નાશની જ ચિંતા કરે.
જગતના લોકોના દુઃખ તો ઘણાય લોકો દૂર કરશે; ડૉક્ટરો, વકિલો, શિક્ષકો, મિત્રો વગેરેના વર્તુળો આ જ ધંધો લઈને બેઠા છે એમ કહેવાય છે પણ આમાંનો એક પણ માણસ બીજાનો હિતેષી કહેવડાવવા જતાં તેના પાપોના નાશની લેશમાત્ર ચિંતા નહિ કરે. આ કાર્ય માત્ર જૈનસાધુ જ કરી શકે છે.
આથી જ આવું કાર્ય કરનારાઓની પાસે રોગ, ક્લેશ, વાંઢાપણું કે વાંઝીઆપણાના દુઃખોની મુક્તિ માટે કદી જવું ન જોઈએ. એ એમનું કાર્ય જ નથી.
બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મન સેનાપતિ કૈસરે દરેક યુવાન જર્મનીને યુદ્ધમાં ફરજિયાત જોડાવવાનું ફરમાન કાઢયું હતું. તે વખતે યુવાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને યુદ્ધમાં ન જોડાતા વૈજ્ઞાનિક સંશોધનો માટેની પ્રયોગશાળામાં બેસવાનું કહેવામાં આવ્યુ હતું. કેમકે સહુ જાણતા હતા કે યુદ્ધ તો બધા કરી શકશે પણ વૈજ્ઞાનિક સંશોધનો તો આલ્બર્ટ જ કરી શકશે.
બળદના પૂંછડા આમળીને, બે પાંચ એકર જમીનમાં ખેતી કરી, બસો મણ બાજરો પકવીને ભારતના વડા પ્રધાન પ્રજાની મોટામાં મોટી સેવા કરવાને બદલે