________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૪૩
સદીમાં તો વિરલા જ હશે.
ધર્મ ખૂબ વધ્યાનું કારણ પણ આવું જ કંઈક નહિ હોય?
અતિશય સુખલપટતા અને દુઃખભીરુતાથી અકળાયેલા આત્માએ ચારે બાજુ દોડધામ કરી મૂકી છે. ક્યાં નથી પહોંચ્યો એ લમ્પટતા અને ભીરુતાની અકળામણથી?
એમાં કોક એને ભટકાયું. એણે આને સમજાવ્યું કે, “આવો ધર્મ કરે તો તારી સુખેચ્છા પૂર્ણ થઈ જશે; તારું દુઃખ દૂર થઈ જશે.” એ દોડયો એ ધર્મ પ્રતિઃ એ ધર્મસ્થાન પ્રતિ.
આવા લોકોએ મંદિરો બગાડયા; ગુરુવર્ગને પણ બગાડ્યો. ધર્મમાં અર્થકામના ભેળ! અફસોસ.
ખેર... ભેળસેળ કરવાની કુટેવ જ પડી હોય; ન જ છોડવી હોય તો હવે આવો ભેળસેળ કરો.
અર્થકામમાં ધર્મને ઓતપ્રોત કરો. અર્થોપાર્જનમાં નીતિ, દયા, વફાદારી વગેરે ધર્મો પેસાડો.
કામસેવનમાં સદાચાર; સ્વસ્ત્રીસંતોષ; મર્યાદાપરાયણતા વગેરે ધર્મોના છાંટણા કરી દો.
હા... દૂધમાં પાણી પડે તે બરોબર નથી. પાણીમાં દૂધ પડી જાય તે તો અપેક્ષાએ પણ સારું કહેવાય.
સાગરમાં હોડી તરે છે; હોડીમાં સાગર ડુબાડે છે. સર્વત્ર આરાધો; ધર્મને.
દારૂ : છાશ : દૂધ
દારૂ તો અતિશય ખરાબ.... એ તો છોડવો જ જોઈએ.
વૈદ્ય કહે છે કે, “દૂધ આ જગતનું અમૃત છે. એના જેવું પૌષ્ટિક તત્ત્વ એકે ય નહિ માટે દારૂ છોડો અને દૂધ પીઓ.
“દારૂ છોડી જ દ્યો, દૂધ પીવાનું શરૂ કરી જ દ્યો.”
“પણ ભલા! એ દારૂ પીનાર માણસના આંતરડા ખૂબ જ ખરાબ થયેલા છે. દૂધને તો એ પચાવી શકે જ નહિ. એવી કોઈ રજૂઆત કરે તો? વચગાળાની કોઈ “સ્કીમ'' હશે ખરી કે જે દારૂને છોડાવે અને દૂધ તરફ જવાની ભૂમિકા તૈયાર કરે?