________________
નહિ ઐસો જનમ બાર-બાર
આત્માનું ઉત્થન થઈ ગયું છે.
‘કરવું” અને “થઈ જવું' એ બે તદ્દન જુદી ક્રિયાઓ છે.
અગ્નિનો સ્વભાવ શું? દઝાડવાનો જ ને? તો શું અગ્નિ કોઈની ઠંડી ઉડાડતો નથી? ના.... અગ્નિ ઠંડી ઉડાડતો નથી; એના નિમિત્તને પામીને ઠંડી ઊડી જાય એ વાત સાચી પરંતુ ઠંડી ઊડવામાં મુખ્ય કારણ તો તે માણસની સાવધાની જ છે. જો એ સાવધાની ન હોત તો અગ્નિ પોતાનો દઝાડવાનો સ્વભાવ અવશ્ય દેખાડી દેત.
આ જ રીતે “સાવધ' આત્માઓ સ્ત્રી આદિનું નિમિત્ત પામીને ભલે સંસારનો પાર ઊતરી જાય પણ તેમાં કારણ સાવધાનતા છે; સ્ત્રી આદિ નહિ; એ તો પછાડવાના સ્વભાવવાળા જ છે.
ઝેરી નાગથી પૈસા કમાતો મદારી નાગનો શું ઉપકાર માને? એ મદારીની સાવધાનતા જ એને કમાણી કરી આપે છે. નાગ તો ડંખ દઈને મારવાના સ્વભાવવાળો જ કહેવાય છે.
દૂધ પચાવી શકતા આંતરડાને છાશ?
વૈદ્ય પાસે ઔષધિઓ હોય, અનુપાનો હોય; પથ્થો પણ હોય; એટલા માત્રથી ન ચાલે. એને દર્દનું, દર્દીની પ્રકૃતિ વગેરેનું જ્ઞાન પણ હોવું જ જોઈએ.
એક દર્દી શારીરિક રીતે નબળો છે. હવે જો એના આંતરડા જ ખૂબ નબળા હોય તો જરૂર તેને છાશ અપાય કે મગનાં પાણી ઉપર રખાય. પરંતુ જો તે દર્દી દૂધ પચાવી શકવાની તાકાત ધરાવતો હોય છતાં વેદ્ય એવી મિથ્યા કલ્પના કરી બેસે કે, એને દૂધ પચશે જ નહિ માટે એને છાશ જ પીવડાવવી જોઈએ. અને ખરેખર દર્દીને મહિનાઓ સુધી છાશ ઉપર રાખે તો પરિણામ શું આવે? એક વખત જે આંતરડા સાચે જ દૂધ પચાવી શકે તેમ હતા તે આંતરડું હવે છાશથી એવા ટેવાઈ ગયા કે હવે જો તેને દૂધ આપવામાં આવે તો ખરેખર ન જ પચે.
પરિણામ એ આવીને ઊભું રહે કે ધીમે ધીમે દર્દી વધુ નબળો થતો જાય અને મોત પામી જાય. આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે દર્દીની દવા કરવાનું કામ કેટલું જોખમી છે? કેટલી સાવધાની માગી લે તેવું છે?
આ તો જગતના દ્રવ્ય રોગીની આપણે વાત કરી પણ ભાવ-રોગીઓના સંબંધમાં ય આ વાત બરોબર લાગુ કરવી. એમના વૈદ્યો છે સંતો. જો તેઓ પણ આવી જ