________________
નહિ એસો જનમ બાર-બાર
લક્ષાધિપતિ શ્રીમંત દાન દે જ નહિ અને “જે દાન દે તેની અનુમોદના.” એમ કહે તો એ કેટલું બધું વિચિત્ર કહેવાય?
અનુમોદનાનો નંબર તો પછી છે. તમને જો જિનપૂજા અને સામાયિક ખૂબ ગમતા હોય તો તમે જાતે જ તે અનુષ્ઠાનો કેમ ન આચરો ?
પછી એટલા આચરણથી સંતોષ ન થાય એટલે એ ખૂબ પ્રિય બનેલી ચીજની બીજાને પણ પ્રેરણાઓ કરાય. “તમે પૂજા કરો સામાયિક કરો. એ ખૂબ જ હિતકર અનુષ્ઠાનો છે. એના આનંદનું વર્ણન થાય તેમ નથી. ઈત્યાદિ.” કહ્યા વિના રહેવાય નહિ.
આમ પોતે ૧૦૦-૨૦૦ પૂજન, સામાયિક વગેરે કરે પણ બીજાઓને પ્રેરણા કરી ૧૦૦૦-૨૦૦૦ કરાવે.
પરંતુ આટલાથી ય સંતોષ ન થાય એટલે જગતમાત્રમાં જે લાખો પૂજન વગેરે થતા હોય તેની હાર્દિક અનુમોદના થાય.
આ વ્યવસ્થિત ક્રમ છે. શક્તિસંપન્ન કરે. વધુ પુણ્યવાન કરાવે.. અને છેવટે સર્વની અનુમોદના સહુ કરે.
કરણ-કારાપણ વિનાની શક્તિમાનની અનુમોદના તો વાંઝણી કહેવાય.
ભોગસામગ્રીનો સ્વભાવ શું?
સ્ત્રી, સંપત્તિ, શરીર, કુટુંબ વગેરે ભોગસુખની સામગ્રીમાં ગણાય છે. આમાંના પ્રત્યેકનો સ્વભાવ શું? આત્માને ડુબાડવાનો કે તારવાનો?
સ્પષ્ટ કહી દઉં? સાંભળી લો ત્યારે કે આ બધી વસ્તુઓનો સ્વભાવ તો આત્માનું અધ:પતન કરી દેવાનો જ છે. આ બધી વસ્તુઓનું જો આત્મા ઉપર આધિપત્ય હોય તો એમનું કાર્ય તો આત્માનું પતન કરી દેવાનું જ હોય. આ વસ્તુઓએ કદાપિ કોઈ પણ આત્માનું ઉત્થાન કર્યું જ નથી.
અહીં પ્રશ્ન થશે કે સ્ત્રી આદિના નિમિત્ત પામીને પણ કેટલાય આત્માઓ સંસારથી વિરક્ત નથી બની ગયા? તો તે પ્રસંગમાં સ્ત્રી આદિએ આત્માના ઉત્થાનનું કામ કર્યું ને?
એનો ઉત્તર નકારમાં છે. સ્ત્રી આદિ તો પતન જ કરવાના સ્વભાવવાળા છે. જે કોઈનું ઉત્થાન થયું તે ઉત્થાન સ્ત્રી આદિએ કર્યું નથી પણ તે વિરાગી બનનાર