________________
નહિ ઐસો જનમ બાર-બાર
નહિ મનાય. જે વ્યવહાર નથી દેવાદિ ઉપકારી છે એ જ વ્યવહારનય અહીં પણ લાગુ થાય છે એટલું જ વિચારીએ.
જે ભગવાનની આજ્ઞા ન માને; તેની આજ્ઞા કોઈથી ન મનાય.
માતાપિતા, વિદ્યાગુરુ કે ધર્મગુરુની આજ્ઞાને અખંડ રીતે માનવાનું શાસ્ત્રકારોએ બેશક ઠેર ઠેર જણાવ્યું છે પણ તે બધાય કેવા હોવા જોઈએ? એ વાત પણ સહુએ સમજી રાખવી જોઈએ.
ભગવાન જિનેશ્વરદેવની આજ્ઞા બધાએ શિરસાવંદ્ય કરવી જ જોઈએ. જો એમને એ આજ્ઞા માન્ય ન હોય તો એમની આજ્ઞાઓને આશ્રિતવર્ગ માની શકે જ નહિ.
શું સિનેમાનો પક્કો શોખીન બાપ દીકરા-દીકરીને સિનેમા જોવાની આજ્ઞા કરે તો તે કદી મનાય ? - સાધુ થવાની ભાવનાવાળા દીકરાને હલકટ ગણાતા સ્થાનોમાં ફરવાની આજ્ઞા કરાય તો તે કદી કેમ માની શકાય?
જે માબાપોને જમાના ઉપર પ્રેમ જાગ્યો છે તેવા માબાપોની આજ્ઞા કદી કોઈ સ્વીકારી શકે નહિ.
જિનાજ્ઞાવિરુદ્ધ વર્તતા ધર્મગુરુની પણ આજ્ઞા શિષ્યથી શિરસાવદ્ય ન કરાય તો બીજાની વાત જ ક્યાં રહી?
ત્રણ લોકના નાથ એવા પરમાત્મા જિનેશ્વરદેવની આજ્ઞા નહિ માનવામાં જો વડીલોને કશું પાપ ન દેખાતું હોય; અને એ બાબત જો એમની અંગત બાબત ગણાતી હોય તો એ પરમાત્માની આજ્ઞા મુજબ જીવવાનું ઈચ્છતા આશ્રિતોને પણ એવા વડીલોની અવજ્ઞા કરવામાં કશું પાપ નથી એમ સ્પષ્ટ રીતે હું માનું છું.
કરવું, કરાવવું, અનુમોદવું મનગમતી ચીજ પ્રથમ તો સ્વતઃ કરાય છે; પછી કરાવાય છે; ત્યારબાદ જે કોઈ તેને કરતા હોય તેની અનુમોદના થાય છે.
કરવાની શક્તિવાળો કરે નહિ અને અનુમોદના જ કરે તો તેને સાચી અનુમોદના કેમ કહી શકાય?