________________
૨૦
નહિ એસો જનમ બાર-બાર
બૌદ્ધ પ્રજામાં આ પ્રત્યાઘાત આવ્યો છે. મરેલા ઢોરના માંસનું ભોજન કરવાની ગૌતમ બુદ્ધ ભિખ્ખું સંઘને રજા આપી તેના પરિણામરૂપે છેવટે જીવતાનું માંસ આખો બોદ્ધ સંઘ ખાતો થઈ ગયો છે! જ્યાં અનંતકાય અને માંસનું ભોજન છે ત્યાં ધર્મ જ ક્યાં રહ્યો?
ઉપકાર : નકારાત્મક અને હકારાત્મક
સામાન્ય રીતે માણસ એ વાત યાદ રાખતો નથી કે આ જગતમાં જન્મ લીધા પછી કોણે કોણે તેની ઉપર ઉપકાર કર્યો છે? હા. એણે પોતે કોની કોની ઉપર ઉપકાર કર્યો છે? એની તેની પાસે પાકી નોંધ હોય છે!
બીજાઓએ કરેલા ઉપકારનું જેને વિસ્મરણ થઈ જાય એ તો કૃતઘ્ની કહેવાય. ભલે આવો માણસ બીજાઓ ઉપર ઉપકારો કરીને “પરોપકારી' બન્યો હોય. છતાં પરોપકારિતાના મહાગુણને પણ કૃતજ્ઞતાનો મહાદોષ નિદ્માણ બનાવી દે છે એનું શું?
જગતના જીવો બીજા જીવ ઉપર ઉપકાર કરે છે તેના બે પ્રકાર છે. સુખનું સાધન આપીને ઉપકાર કરવો; અને દુઃખનું કારણ ન આપીને ઉપકાર કરવો.
પ્રથમ નંબરનો પ્રકાર ઓછા પ્રમાણમાં જોવા મળે જ્યારે બીજા નંબરનો ઉપકાર તો ડગલે ને પગલે જોવા મળે.
તમે રસ્તે ચાલ્યા જતા હો, હજારો માણસો અને સેંકડો રિક્ષાઓ તમારી બાજુમાંથી જ પસાર થઈ રહ્યા હોય તે વખતે એકાદ બે માણસ એવા પણ ભેટી જાય જે તમને કેળા વગર કોઈ પણ વસ્તુ ખવડાવીને ઉપકાર કરે.
કિંતુ બાકીના તમામ પસાર થતા માણસો પણ તમારી ઉપર નકારાત્મક ઉપકાર કરે છે એ વાત તમે વીસરી ગયા છો. એ લોકો ભલે કાંઈ “સારું' ખવડાવતા નથી પણ તમને મુક્કો મારતા નથી, પછાડી દેતા નથી, રિક્ષાવાળો ઘાયલ કરતો નથી, એ બધાય એ લોકોના ઉપકાર ન કહેવાય શું? એ લોકોમાંનો કોઈ પણ માણસ ધારત તો તમને વાતમાં ચડાવીને કજિયો કરીને મારામારી પણ કરત. આવું કદી કોઈએ ન કર્યું માટે જ તમે તમારા જીવન વ્યવહારોમાં સમયસર ઊભા રહી શક્યા; તો શું એમાં એ લોકોએ નકારાત્મક ઉપકાર કર્યો ન કહેવાય?
સબૂર! સ્વપુરુષાર્થની કે સ્વોપકારની જ વાત કરશો તો દેવ-ગુરુને પણ ઉપકારી