________________
નહિ એસો જનમ બાર-બાર
૨૦૫
બરોબર જાણી-સમજી લેવું જોઈએ.'' જ્યાં આ સૂઝ નથી ત્યાં એ પુણ્યવંતી નિંદાપ્રશંસા નથી; પછી ત્યાં અનુબંધ તોડજોડની આરાધના હોય જ ક્યાંથી? એ વિના અનંત સંસારનો અંત સંભવે કયાંથી?
પાપ થયા પછીની મૂલ્યવાન પળો દુષ્કૃતગર્હાનું મહત્વ
“આવેશ’’ માત્ર ખરાબ.
આવેશમાં આક્રમક બનનાર આત્માને પાછા વાળવાનું કામ અતિશય મુશ્કેલ બની જાય છે.
જીવનની સંપૂર્ણ બરબાદીને આવેશની પળોના પાપો જ સર્જે છે ને?
ખેર.... આવા માણસોને પણ એ પાપોથી ઉગારી તો લેવા જ જોઈએ. એમના જીવનમાં એવો કોઈ સમય નહિ હોય જેમાં એવા આવેશો ન હોવાથી આપણી વાતોને શાંતિથી વિચારી શકે ?
હા... એવી પળો એના જીવનમાં પણ છે. એ છે આવેશમાં થઈ ગયેલા પાપ પછીની; આવેશ વિનાની કેટલીક પળો. કોઈ પણ પાપ થયા પછી કેટલીક પળો તો માણસનું મન શાંત બને જ છે. એ જ પળોમાં એણે પોતાની જાતને સમજાવવી જોઈએ અને ઠપકારવી પણ જોઈએ.
એણે પોતાને જ કહેવું જોઈએ કે આવા પાપોથી તને શું મળ્યું ? કહે ? જીવનની બરબાદી, દેહની ક્ષીણતા, સત્ત્વની પાયમાલી, સંપત્તિનો નાશ મળ્યા કે બીજું કાંઈ? કે તો હવે છોડને આ ધંધા? હવેલી લેતાં ગુજરાત ખોવાય છે; ‘પેની વાઈઝ, પાઉંડ ફુલીશ' બનાય છે. ઈત્યાદિ.’’
જો આ રીતે પાપ પછીની પળોમાં પણ દુષ્કૃતગહ જોરદાર બનશે તો એક
સમય એવો આવી લાગશે જ્યારે પાપોને છોડવા નહિ પડે પણ એ પાપો જ તે આત્માને છોડી દેશે.
કેમકે પશ્ચાત્તાપના દુઃખ એટલા સખ્ત હોય છે કે તેમાં લોહીના પાણી થઈ જતા હોય છે. પિવાતા દૂધના લોહી બનવાની તો વાત સ્વપ્નમાં જ રહી જાય. આવું અસહ્ય દુઃખ સહેવા કરતાં એ આત્મા પાપથી પ્રાપ્ત થતા સુખને છોડી દેવા અંતે તૈયાર થઈ જાય છે.