________________
૨૦૪
નહિ એસો જનમ બાર-બાર
ભવમાં એનો ઉદ્ધાર થઈ ગયો. અનુબંધોના ભુક્કા બોલાવી દેતા પાપનિંદાના ધર્મનું શરણું લેવાથીસ્તો.
મહાપાપીઓના ય ઉદ્ધાર થયા; પાપનિંદાના ધર્મે!
ધર્માત્મા (!) ઓ રખડતા જ રહ્યા? ધર્મની ખુમારીના અભાવે, અનુમોદના ન પ્રગટી માટે.
જેનેતરો પણ આ વાતને માને છે. પેટ ખાતર વેશ્યા પાપ કરતી હતી અને રડતી હતી. સામે જ રહેતા બાવાજી ધર્મ કરતા હતા. પણ સાથે એની ખુમારીના ગીત લલકારવાને બદલે વેશ્યાના જીવનની ભારોભાર નિંદા કરતા હતા.
એક દિવસ વૈકુંઠમાંથી વિમાન ઊતર્યું. વેશ્યાને લઈને ચાલી ગયું. બાવાજી સ્તબ્ધ થઈ ગયા! અંશતઃ વિચારવા જેવું આ દૃષ્ટાંત પણ એ જ વાત કરે છે, “ના અનુબંધ, નિંદાથી તોડી નાખજો ધર્માનુબંધ ખુમારીથી મજબૂત કરજો.
ધર્માધર્મનું સ્વરૂપ જ સમજાયું ન હોય
ત્યાં નિંદા-પ્રશંસા ક્યાંથી મળે? પાપ પાપ તરીકે સમજાય તો ફરજિયાત કરવા પડતા પાપોની પાછળ પશ્ચાત્તાપનો પ્રચંડ અગ્નિ પ્રજવળી ઊઠે ને?
પાપને પાપ તરીકે સમજવા જેટલી પણ બુદ્ધિ નથી એ બિચારો આત્મા તો પાપ કરીને પાપની પ્રશંસા જ કરવાનો.... આવા આત્માના પાપાનુબંધો કદી તૂટે નહિ; એ અનુબંધ તૂટયા વિના સંસારનો અંત આવે નહિ.
આવું જ કાંઈક ધર્મોત્માઓની દુનિયામાં જોવા મળે છે. એમાંના કેટલાક આત્માઓ ધર્મ કરે છે પરંતુ ધર્મ શું વસ્તુ છે? એનું કેટલું મૂલ્ય છે? એ કેટલો મહાન છે? એનો મહિમા કેટલો બધો છે? એ વાત જ્યાં સુધી હૈયામાં ન સમજાય અને બુદ્ધિને ન જચે ત્યાં સુધી એ ધર્માત્માઓ પોતાના ધર્મોનું ગૌરવ જ લઈ શકવાના નથી. એમ થતાં એ ધર્મો માટે ખુમારીપૂર્વકની અનુમોદના કરી શકે તેમ નથી.
લગભગ સર્વત્ર આ પરિસ્થિતિ દેખાય છે. ધર્મ કરનારને ધર્મનું ઝાઝું ગૌરવ નથી.
આવો ધર્મ; પુણ્યાનુબંધોને મજબુત ન જ કરી શકે. દશવૈકાલિક સૂત્રમાં તદ્દન સાચું કહ્યું છે કે “પુણ્ય શું? અને પાપ શું? એ