________________
૧૮૮
નહિ એસો જનમ બાર-બાર
થાય.
ગુરુકૃપાનું કવચ પહેરનારને વળી લલનાના કામ-કટાક્ષોના તીર તે કાંઈ વાંધી શકતા હશે?
શાસ્ત્રના બોધને પામેલા મહાત્માઓ આ જગતનું કદી અધૂરું જ્ઞાન કરતા
હશે?
સ્ત્રીના દેહ તરફ એમની નજર પ્રાયઃ પડે જ નહિ; પરંતુ કદાચ અકસ્માતુ નજરે પડી જાય તો ય શું? તે નારી તેમની ઉપર કોઈ કામણ કરી શકે નહિ.
પુરુષમાત્રને નચાવતી નારી આ મહાત્માના રૂંવાડે ય કંપ ઊભો ન કરી શકે. મોટા મલ્લોને હરાવતી નાર દૂબળા-પાતળા મહાત્મા પાસે તો બિચારી” છે.
છ ખંડની ધરતીને ધ્રુજાવતા ચક્રવર્તી રાજાઓને રમાડતી નારને, સાડા ત્રણ હાથની ધરતીનું ય સ્વામિત્વ નહિ ધરાવતા અકિંચન મુનિવરની શરણાગતિ સ્વીકારવી જ પડે છે.
શાથી વારું? શું હશે એનું રહસ્ય? આ રહ્યું છે રહસ્ય.
શાસ્ત્રોના બોધથી એ મુનિઓનું મન અને એમના નયન બે ય નારીના રૂપવાન દેહને કદાચિત્ જોતાંની સાથે જ તેમાં ભરેલા લોહી માંસના લોચાંને ય જોઈ લેવાને ટેવાઈ ગયા હોય છે. અણીઆળાં નાકના દર્શનની સાથે જ એમાં ભરાયેલાં શ્લેષ્મનું દર્શન થઈને જ રહે છે. આવી બધી બાબતમાં પૂર્ણદર્શન થતા ભોગની વિપાક કટ્ર દુર્ગતિઓ પણ એ સૌંદર્ય જોતાં જ દેખાઈ જાય છે. હવે શું આકર્ષાય આ પૂર્ણજ્ઞાનીઓ નારી તરફ કે કેરી તરફ?
બધાં બારણાં બંધ કરો;
સિનેમા ટોકીઝની જેમ સિનેમાનાં પડદા ઉપરના દૃશ્યોને જોતી વખતે પ્રેક્ષકો કેવા એકાકાર થઈ જતા હોય છે? પ્રત્યેક દશ્યનો પ્રત્યેક ભાવ હૈયામાં કેવો સોંસરો ઊતરી જતો હોય છે? પણ એનાં કારણો જાણો છો? પહેલું : બધાં બારણાં બંધ કરી દેવામાં આવે છે. બીજું : બધી આવ-જા ઉપર પ્રતિબંધ મુકાય છે. ત્રીજું : પ્રકાશને વિદાય આપવા દ્વારા બધી ઈન્દ્રિયોનો પ્રસાર અટકાવી દેવામાં આવે છે. હવે ક્યાંય કશું દેખાય જ નહિ; કોઈ કશું બોલે જ નહિ; પછી આખુંય મન પડદા ઉપર કેન્દ્રિત થઈ જ જાય ને? વળી એ પડદા ઉપર અત્યંત આકર્ષક દૃશ્યો જ દેખાડાતા હોય છે. પછી એકાકાર