________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૮૭
સુખની સાથે જ ભોગરસિકને મળતી
ત્રાસમય ચીજો તમે બરફી લેવા માટે બજારમાં જાઓ અને બરફી લઈ આવો ત્યારે શું માત્ર બરફી લાવો છો? શું બરફીની સાથે જ તેનો રંગ; તેનું વજન અને તેનો આકાર પણ તમે લાવતા નથી? પેટ ભરવા માટે આ ત્રણ ચીજોની તમારે જરૂર ખરી? જો ના. તો બરફી ખરીદતી વખતે વેપારીને કહો કે, “મને માત્ર બરફી આપ; મારે તેના રંગ, વજન અને આકારની લગીરે જરૂર નથી.”
શું આ વાત સંભવિત છે? નહિ જ ને?...
બરોબર આવું જ બને છે; ભોગરસિક આત્માના સુખની બાબતમાં. એ સુખ (સુખાનુભૂતિ) એના અંતરમાં એકલું આવતું જ નથી. એની સાથે સાથે જ ઈર્ષા, અતૃપ્તિ અને ક્ષોભભાવને (ક્રોધને) એ લઈને જ આવે છે. - હવે તમે જ કહો જોઉં કે બરફીના આકાર જેવી તદ્દન નકામી ચીજો-રે? જીવનને બરબાદ કરી નાંખતી ચીજો જો સુખાનુભૂતિ સાથે અવશ્ય પ્રવેશ પામતી હોય તો એ સુખાનુભૂતિનો જ પરિત્યાગ કરી દેવાનું ઉચિત નથી શું?
ભોગરસિક આત્મા સુખાનુભૂતિમાં અતૃપ્ત થાય તો કેટલા અનાચાર સેવે? ઈર્ષાળુ બને તો કયા સુજનના ગુણોનો અનુરાગી બને? પ્રશંસક બને? ક્રોધાન્ય બને તો એના જીવનમાં કેટલા કલેશ, કજિયાની હોળીઓ સળગે?
શું કરવાના એ કરોડો રૂપિયાને કે એ રૂપસુંદરીઓના સહચારને? જો એની સાથે જ આકાર, રંગ અને વજન જેવા ઈર્ષા, અતૃપ્તિ અને ક્ષોભના પાપો જીવનમાં પ્રવેશી જતા હોય તો?
કાં ભાંગરસિકતાને સંપુર્ણતઃ ખતમ કરો; કાં ભોગસામગ્રીનો સહચાર ત્યાગી તો તોય કાંઈક બચાશે.
ઓ ભાઈઓ! અમને ભોળા ન સમજતા
સદ્ગુરુની કૃપાને પામેલા; શાસ્ત્રનો બોધ જીવનસાત્ કરતા નિર્ઝન્થ ગુરુવર્ગની તો શી વાત કરવી? એવા સદ્ગુરુઓને તો આપણા કોટિ કોટિ વંદન.
ભલેને યૌવનના ઊંબરે પગ મૂકી ચૂકયા હોય; તો ય... તો ય..... એમને કાંઈ ન