________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૮૯
થવામાં કઈ કમીના રહે?
આ જ વાત ધર્મક્રિયાઓમાં લગાડાય તો? જેની જેની સાથે મનનો તાર જોડાયો હોય તે બધાયની સાથેના “કનેકશન' કાપી નાખો. આંખો બંધ કરો; તદ્દન નિરવ સ્થાને બેસો. અત્યંત ભાવપૂર્વક; ભારે ઉલ્લાસ સાથે અનુપમ પ્રકાશ વેરતા પરમાત્માનું દર્શન કરો. પછી જુઓ કેવી અનિવાર્ય મજા આવે છે તે.
કરવું કાંઈ નહિ; અને માત્ર ફરીયાદો જ કરવી; જેટલા સાધુ મળે તે બધાયની પાસે... એનો અર્થ શો? એ તો કુટેવ પડી કહેવાય.
ખરી વાત તો એ છે કે ધર્મકાર્યોમાં બેસતી વખતે વિચારોની થતી પજવણી તદ્દન બંધ કરી દેવી હોય તો જરૂરિયાતોને એકદમ ઘટાડી નાંખવી જોઈએ. અને જે તે સંબંધો કાપી નાખવા જોઈએ. ૧૦૦ રૂપિયાની કમાણીવાળાએ ૮૦ રૂ. માં જ ચલાવતા શીખી જવું જોઈએ. આથી મન ઉપર કોઈ ચિંતા નહિ રહે. પછી ભારે એકાગ્રતાથી ધર્મક્રિયાઓ થઈ શકશે.