________________
૧૮
નહિ ઐસો જનમ બાર-બાર
પેલો તંદુલીઓ મત્સ્ય ! એક પણ માછલાને ન મારતો છતાં સર્વ માછલાઓને મારી નાખવાના તીવ્રતમ અધ્યવસાયોને કારણે જ મહાઘાતકી કહેવાયો ને ? એથી જ સાતમી નારકનો સ્વામી બની ગયો ને?
હિંસા અને અહિંસાના અગણિત ભાંગા થાય છે. એને બહુ સારી રીતે, ભારે સૂક્ષ્મ દૃષ્ટિથી સમજવા રહ્યા.
જો કોઈ પણ દેખીતી હિંસાને, હિંસા કહીને અધર્મ કહીશું અને તે હિંસાવાળી ધર્મપ્રવૃત્તિને તિરસ્કારીશું તો તમામ ધર્મોનો તિરસ્કાર કરવો પડશે, કેમકે આપણા જીવનના તમામ ધર્મોની ક્રિયામાં વાયુકાય વગેરેની હિંસા હોય જ છે. સાધુએ પ્રવચન કરવું, શ્રાવકે સાધર્મિક વાત્સલ્ય કરવું અથવા તો તરસ્યાને પાણી પાવું કે ભૂખ્યાને ભોજન દેવું, વગેરે બધા ય હિંસાવાળા જ ધર્મો છે. શ્વાસ લેવામાં અને લોહીના પરિભ્રમણમાં ય હિંસા છે તો શું તે હિંસાવાળું સાધુજીવન ત્યાજ્ય બની જશે ? જ્યાં હિંસાનો આશય નથી, ઊલટો ભક્તિ દ્વારા ભગવાન બનવાનો જ આશય છે ત્યાંની હિંસાને હિંસા ન કહેવાય.
વિકાસની દૃષ્ટિએ તો
જીવમાત્ર અસમાન
જીવના સચ્ચિદાનંદ-શિવસ્વરૂપની દૃષ્ટિએ જીવમાત્ર સમાન છે પરંતુ એના સંસાર-પર્યાયની દૃષ્ટિએ તો જીવમાત્ર અસમાન છે.
પુરુષ અને સ્ત્રી, માનવ અને પશુ, શેઠ અને નોકર, ગુરુ અને શિષ્યને પરસ્પર સમાન કેમ કહેવાય? જગતમાં આવી સમાનતા તો ક્યાંય સાંભળી નથી.
કીડીને એક જ ઈન્દ્રિય છે, હાથીને પાંચ ઈન્દ્રિય છે માટે બેયને સમાન કહેવાય જ નહિ.
એક લાખ કીડી ભેગી થઈને જે વજન ઉપાડી નથી શકતી તેને એક જ નાનકડું બાળક એક જ પળમાં ઊંચક લે છે. જોયો ને એનો વિકાસ ?
એક હજાર ગામડીયા ભેગા થઈને જ્યાં પોતાની બુદ્ધિ લડાવી શકતા નથી ત્યાં એક હોશિયાર માણસની બુદ્ધિ સુંદર કામ કરી જાય છે!
ગામડાના એક રખડુનું ખૂન કરનારની છાપામાં બે લીટીની ય નોંધ ન આવે અને એક જ ગાંધીજીના ખૂની ગોડસેના નામથી તમામ છાપાઓ ભરાઈ ગયા!