________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૭
યોગ થતાં તે સ્ત્રીને જેમ બાળકની પ્રાપ્તિ થાય છે તેમ ભવ્યાત્માને મોક્ષની સામગ્રીનો યોગ થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.
અભવ્યાત્મા વાંઝણી - પરિણીતા-પતિયુક્તા સ્ત્રી જેવો છે. ગમે તેટલો પતિયોગ થાય તોય સ્વભાવથી વંધ્યાને જેમ પુત્રપ્રાપ્તિ થતી નથી તેમ સાધુવેશ વગેરે મોક્ષની સામગ્રીઓ મળે તોય અભવ્યને મોક્ષ પ્રાપ્તિ થતી નથી.
જાતિભવ્ય આત્મા બાળવયે સાધ્વી બનેલી મહાસતી સ્ત્રી જેવો છે. એ સ્ત્રીને પતિયોગ થનાર જ નથી; માટે પુત્રપ્રાપ્તિ પણ જેમ અશક્ય છે; તેમ જાતિભવ્યને મનુષ્યભવાદિનો યોગ કદી ન થવાથી મોક્ષપ્રાપ્તિ અશક્ય છે છતાં આ આત્માને અભવ્ય ન કહેવાય કેમકે તેનામાં મોક્ષમાં જવાની યોગ્યતા તો છે જ, પણ સામગ્રી ન મળવાથી એ યોગ્યતા ફળ દેતી નથી. અભવ્યને તો પાયામાં જ યોગ્યતા નથી. મહાસતી સાધ્વી ભલે પુત્રવતી ન થાય તોય તેને વાંઝણી તો ન જ કહેવાય કેમકે સામાન્યતઃ તેનામાં માતા બનવાની યોગ્યતા તો છે જ. તેમ જાતિભવ્યમાં મોક્ષની યોગ્યતા હોવાથી તેને અભવ્ય તો ન જ કહેવાય.
હિંસા પણ ક્યારેક અહિંસા અહિંસા પણ ક્યારેક હિંસા
બહા૨થી જણાતી હિંસા કે અહિંસાની ક્રિયાને જૈન શાસ્ત્રોમાં સર્વથા તેવી જ કહી નથી. ક્યારેક હિંસા પણ અહિંસાનું ફળ દેવાથી અહિંસા બનતી હોય છે, અને ક્યારેક અહિંસા પણ હિંસાના ફળની જનેતા બનતાં હિંસા બની જતી હોય છે.
પેટ ચીરતાં દરદી મોત પામે તોય તે ડૉક્ટર દયાળુ ગણાય છે. કેમકે તેનો આશય મારવાનો ન જ હતો.
એ જ બિલ્લી પોતાના મોંમાં ઉંદરને પકડે છે ત્યારે ઘાતકી કહેવાય છે અને પોતાના બચ્ચાને મોંમાં પકડે છે ત્યારે ‘દયાળુ મા' તરીકે દેખાય છે.
જાળ બિછાવીને, દાણા નીરીને, લપાઈને ખૂણે ઊભો રહેલો પાધિ નિર્દય ગણાય છે. ભલે તે પંખીઓને દાણા ખવડાવતો હોય; પૂરી શાંતિ રાખતો હોય. અને... જોરથી તાળીઓ બજાવીને એ પંખીઓને ઉડાવી મૂકતો એક સજ્જન દયાળુ ગણાય છે.
આ બધા દુષ્ટાતોમાંથી એક જ વાત ફલિત થાય છે કે હિંસા કે અહિંસા મનના તેવા આશય ઉપર જ નિશ્ચિત થાય છે.