________________
નહિ એસો જનમ બાર-બાર
(૧) પાલક : વાસુદેવ કૃષ્ણનો પુત્ર. | (૨) પાલક : ૫૦૦ શિષ્યો અને તેમના ગુરુ સ્કંદકસૂરિને ઘાણીમાં પીલી નાંખનાર.
(૩) અંગારમર્દક આચાર્ય : ૫૦૦ શિષ્યના ગુરુ કે જેમણે કોલસાની ભૂકીના અવાજને જીવોનો અવાજ કલ્પીને કહ્યું હતું કે, “અહીં પણ તીર્થકરના જીવડા ભરાયા છે મરો હવે, મારા પગ નીચે.”
(૪) સંગમક : દેવાધિદેવ પરમાત્મા મહાવીર ઉપર કાળચક્ર મૂકનાર સુરાધમ.
(૫) કાલસીરિક કસાઈ : કૂવામાં રહીને પણ ચાકથી ૫૦૦ પાડાના ચિત્રો ક્રમશઃ દોરીને ભૂસનાર કસાઈ.
(૬) કપિલા : રાજા શ્રેણિકની દાસી. શ્રેણિકો તેની પાસે સાધુને દાન દેવરાવ્યું તોય એમ કહ્યું કે, “મેં ક્યાં દાન દીધું છે? એ તો કડછીએ દાન દીધું છે.'
(૭) વિનયરત્ન : મહારાજ ઉદાયીનું ખૂન કરવા માટે જે બાર વર્ષ સુધી સાધુ વેશમાં રહ્યો. અને જેણે ઓઘાની અંદર નાનકડી છરી છુપાવી રાખી. અંતે તક મળતાં ઉદાયીનું ખૂન કર્યું.
અભવ્ય કે તેના ભાઈ જેવા આજેય કોઈ કોઈ જોવા મળી જાય છે. જેમાંના એકે ક્યાંક કહ્યું છે કે, “જૈનશાસ્ત્રોમાં કહ્યા મુજબનો જો મોક્ષ હોય તો સંડાસ જવા માટે પણ હું એ જગા પસંદ ન કરું.”
ભવ્ય : અભવ્ય : જાતિભવ્ય એક અપેક્ષાએ અનાદિ-અનુત્પન્ન-જીવો ત્રણ પ્રકારના છે. કેટલાક ભવ્ય છે; કેટલાક અભવ્ય છે, કેટલાક જાતિભવ્ય છે. જે મોક્ષે જવાના છે તે અવશ્ય ભવ્ય છે. જે કદી મોક્ષે જનાર નથી તે અભવ્ય છે, અને જેનામાં મોક્ષે જવાની પૂર્ણ યોગ્યતા હોવા છતાં મોક્ષે જવાની સામગ્રી-મનુષ્યભવ આર્યદેશ, જૈનધર્મ વગેરે ન મળવાથી જેઓ કદી મોક્ષે જઈ શકનાર નથી એ જાતિભવ્ય છે, જાતિભવ્યો સદેવ સાધારણએકેન્દ્રિયપણામાં જ રહે છે. એમાંથી નીકળીને પ્રત્યેક-પણું પણ પામી શકતા નથી. અભવ્ય જીવો તો જૈનાચાર્ય પણ બની જાય એવું ય બને પણ આટલી બધી મોક્ષ સામગ્રી મળવા છતાંએ કદી મોક્ષે જઈ શકે નહિ. જ્યારે મોક્ષે જનારા ભવ્યોને બધી સામગ્રી મળે છે અને તેઓ મોક્ષે જાય પણ છે.
આ જ વાતને ત્રણ પ્રકારની સ્ત્રીનાં દૃષ્ટાંતથી વિચારીએ. મોક્ષગામી ભવ્યાત્મા પરિણીતા-પતિયુક્તા-માતા બનેલી સ્ત્રી જેવો છે. પતિનો