________________
નહિ એસો જનમ બાર-બાર
૧૫૯
ય શરમ આવી છે. કોઈ પાપ માને તો તેની ઠેકડી ઉડાડાય છે! હાય! જમાનો!
બે ચક્રો ? અવળું અને સવળું ઃ
યાંત્રિક કારખાનામાં કોઈ મશીનના બે ચક્ર તમે જોયા હશે. એક સવળું ફરતું હોય તો બીજું એના દાંતામાં પોતાના દાતા ભરાવીને અવળું ફરતું હોય.
સવળું ચક્ર જ મશીન ચલાવતું નથી; અવળાંનો ય એમાં એટલો જ સહકાર છે.
કેટલાક વિલક્ષણ માણસોનું ધર્મી તરીકેનું જીવન પણ આવી બે ગતિઓથી ચાલતું હોય છે.
એમનાં ય જીવનમાં બે ચક્રો હોય છે. એક : બહારના જીવનનું : સવળું ચક્ર. બીજું : અંદરના જીવનનું અવળું ચક્ર. આ વાતને જરા વિસ્તારથી વિચારીએ.
ભોગભૂખ્યા કેટલાક આત્માઓની અંતરંગ સ્થિતિ અત્યંત ભોગરસિક હોય છે. આવા આત્માઓ ધન માટે જેમ બજારમાં જતા હોય છે તેમ ધન માટે જ મંદિરમાં ય ચાલ્યા જતા હોય છે. ધંધાની સારી જમાવટ માટે કોઈ સલાહકાર પાસે જાય તેમ તે જ કાર્યસિદ્ધિ માટે ધર્મગુરુ પાસે ય જતા રહે.
ઈચ્છાઓ પૂર્ણ કરવા ખાય છે તેમ વધુ ખાવા માટે કામચલાઉ-ખાવાનું બંધ પણ કરી દેતા હોય છે.
ધન દે ય ખરા.... લે પણ ખરા. આગળ દોડે ય ખરા... પીછેહઠ કરે પણ ખરા. જાગે ય ખરા. ઊંઘેય ખરા... આ લોકો ગમે તે કરે પણ તે બધું ય ભોગરસને પોષવા માટે જ. આમ બહારનું ચક્ર દાનનું દેખાતું હોય તો અંદરનું ચક્ર ધનમૂછનું ફરતું હોય. ટી.બી.ના કારણે બહાર બ્રહ્મચર્ય અને અંદર વધુ અનાચાર-સેવનની ઈચ્છા કબજિયાતના કારણે બહાર તપ.. અને અંદર ભોગભૂખ. બહાર મૈત્રી; અંદર કાટલું કાઢી નાંખવાની ઈચ્છા સેવતો ભવવર્ધક ભાવ. કેવાં કેવાં ચક્રો ! કેવા પાપ! કેવા કેવા માણસો !