________________
૧૫૮
નહિ ઐસો જનમ બાર-બાર
છો જ.
જે ગૃહસ્થ સારા (સાધુ) બનવાની તીવ્ર તમન્નાવાળા હોય તે પણ સારા બની
શકે.
આ તમન્ના તેમને ખરાબ બનવા ન દે; એમ છતાં કોઈ ખરાબી પેસી જાય તો તેની ઉપર રૂદન કરાવીને જ રહે.
આમ આવા ગૃહસ્થોને પણ આપણે ‘કો-ઓપ્ટ’ કરી લઈને ‘સારા’ની ‘વન મેન કમિટી' માં જરૂર સામેલ કરી શકીએ. બોલો કોઈની પણ ‘કો-ઓપ્ટ’ થવાની ઈચ્છા છે ખરી?
ખરાબ કામ પણ ખરાબ રસ્તે ન થાય
આપણી સંસ્કૃતિનો ગૌરવવંતો કાળ તે હતો કે જેમાં ઘણા બધા લોકો સારા જ કામો કરતા; ખરાબ કામની તો તેમને ભારે સૂગ હતી. ક્યારેક તેમને ખરાબ કામો પણ કરવા પડતા ત્યારે ય તેના માર્ગો તો સારા જ રહેતા. જેમ સારા કામો સારા રસ્તે જ થાય તેમ ખરાબ કામો પણ કરવા જ પડે તોય તેનો રસ્તો (ઉપાય) તો સારો જ રહેતો. આથી જ એ આપણે ગૌરવવંતો યુગ ગણાતો.
આજે પરિસ્થિતિ પોક મૂકીને રડાવે તેટલી હદે વણસી છે. કઈ પણ સંસ્કૃતિપ્રેમીને ત્રાસ થાય તેવું સાંપ્રત દર્શન છે.
સારા કાર્યો પણ અધમાધમ રસ્તેથી થવા લાગ્યા છે. પછી ખરાબ કાર્યોના અધમાધમ ઉપાયો અજમાવાય તેમાં શી નવાઈ?
ક્યાં તે રાજા યોગરાજ કે જેણે પ્રજાને સમૃદ્ધ કરવાના સારા કામ માટે પણ લૂટફાટના અધમ રસ્તે જતા પુત્રોને વાર્યા; અને છતાં પુત્રોએ એ દુષ્કૃત્ય કર્યું તો ચિતામાં સળગી મર્યા.
ક્યાં આજની સ૨કા૨ અને આજનો કહેવાતો બુદ્ધિજીવી વર્ગ કે જે પ્રજાની વસતિ અટકાવવાના દુષ્ટ કાર્ય (કે અકાર્ય ?) માટે ભયાનક અનાચારોને ફેલાવતા નિરોધ અને ઓપરેશનના જઘન્ય રસ્તાઓ અપનાવી ચૂક્યો છે!
પૈસો કમાવવો કે વિષયનું સેવન કરવું તે બેય પરિગ્રહ અને મૈથુન નામના ખરાબ કાર્યો છે છતાં તેના ઉપાયમાં તો નીતિ અને વાસનાનિયંત્રણના સુઉપાયો જ ફરમાવવામાં આવ્યા છે. અને આજે? અનીતિ અને પરસ્ત્રીગમનને પાપ માનતાં