________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૫૧
દાન આદિના આ હેતુઓ બર આવે તો જ દાનાદિને ધર્મ કહેવાય.
દાન દેનારો ધનમૂછ તોડવા સિવાયના કોઈ પણ ઉદ્દેશથી દાન દેતો હોય તો તેને દાન કહેવાશે પણ દાન ધર્મ નહિ કહેવાય.
આવું જ શીલ અને તપની બાબતમાં સમજી લેવું.
તમારા દાન આદિની પાછળ જો તેના સાચા ઉદ્દેશો હોય તો તે દાનાદિથી શું બને તે જાણો છો? સાંભળો ત્યારે.
ધનમૂચ્છ તોડવા માટે જ જે ભાગ્યવાન દાન દેતો હોય તે આત્મા જ્યારે દાન દેવાના બદલે ક્યારેક ઉઘરાણીનું કે વેપારની કમાણીનું ધન લઈને તિજોરીમાં મૂકતો હોય ત્યારે એને એમ થાય કે આ ધન ક્યાં ઘરમાં આવ્યું? હવે ઝટ એનો આત્મલક્ષી કાર્યોમાં વિનિમય કરીને એની મૂર્છાને ઉતારી જ નાખીશ.”
શીલવાનનું શીલ પણ સાચું ત્યારે જ કહેવાય જ્યારે અશીલની રાત્રીઓમાં પણ શીલનો રસાસ્વાદ આવતો હોય!
તપસ્વીને પારણાના સમયમાં તપનો વિરહ પજવતો હોય!
જો તમારા દાનાદિ સાચા ઉદ્દેશપૂર્વકના હશે તો અદાનાદિના સમયોમાં પણ તમને દાનાદિના રસાસ્વાદની યાદ આવી જ જશે.
આમ થાય તો જ તમારા તે દાનાદિને ધર્મ કહેવાય અન્યથા સખાવત વગેરે કહેવાશે.
ધર્મ સંસાર કાપે; સખાવત વગેરે સંસાર વધારે.
આધ્યાત્મિક ફુગાવો
જે દેશ પાસે નગદ સોનું સારા પ્રમાણમાં જમા થયું નથી એ દેશ જો વધુપડતી ચલણી નોટો છાપી નાખે તો એને અર્થતંત્રનો ફુગાવો કહેવામાં આવે છે. સોનાની જમામૂડીની સામે જ નોટોનું ચલણ ઊભું કરાય તો જ તે દેશનું અર્થતંત્ર સદ્ધર થાય. માત્ર નોટો છાપી દેવાથી તો અર્થતંત્ર વેરવિખેર થઈ જાય.
આ વાતને આપણે આધ્યાત્મિક જગતમાં લઈ આવીએ. રાગદ્વેષની મંદતા કે મૃત્યુ એ જ વાસ્તવિક ધર્મ છે; એ જ આપણું સોનું છે. આ સોનું પ્રાપ્ત કરવા માટે જ ધર્મની દાનાદિ તમામ ક્રિયાઓ છે. આપણે એ