________________
૧૫૦
નહિ એસો જનમ બાર-બાર
લગ્નકંકોત્રી પણ વાંચવી પડે. સાચા ધર્માત્માની ચાલ પણ જુદી હોય, બોલી પણ જુદી હોય, મુખાકૃતિ પણ જુદી હોય.
પેટમાં ચાંદાં પડયાં છે! દંડબેઠકથી શું વળે?
પેટમાં અસના મોટા દેત્ય બે ચાંદા પડ્યા છે. એની જરા ય પરવાહ કર્યા વિના બિરાદર રોજ સો બેઠક લગાવે છે અને પચીસ દંડ પીલે છે; પછી દૂધ પીએ છે, ચાળીસ બદામ ખાઈ જાય છે; દસ તોલા ઘી ચડાવે છે. બે બે વર્ષ વીતી ગયા! શરીર જરાય ન વળ્યું! એથી બૂમરાણ મચાવે છે ! પણ આ તે કેવું ઊંધુ ગણિત!
કેટલાક ધર્મી કહેવાતા લોકોની પણ આબેહૂબ આવી જ સ્થિતિ જોવા મળે છે. સુખ પ્રત્યેના કારમા રાગના અને દુઃખ પ્રત્યેના ભયાનક દ્વેષભાવના બે ચાંદા એમના આત્મામાં સતત દૂઝતા રહે છે. એની જરાય ચિંતા પણ તેઓ કરતા નથી અને પુષ્કળ પ્રમાણમાં ધર્મક્રિયાઓ કરે છે.
બેશક; ન કરનારા નાસ્તિકો કરતાં આ લોકોને જરૂર સારા કહીએ; પણ એમની એ ધર્મક્રિયાઓ એમના રાગદ્વેષનો નાશ ન કરતી હોય તે કેટલી બધી દુઃખદ બાબત છે?
વર્ષો પછી પણ શું એ ક્રિયાઓ કરવાથી રાગદ્વેષ મરશે નહિ? ના..ના.ના.... રાગદ્વેષને મારવાની ભાવનાવાળાના જ રાગદ્વેષો એ ધર્મક્રિયાથી મરે છે; ૫૦ વર્ષ સુધી પાણીમાં વલોણું કરાય તેથી શું કદી માખણ નીકળવાનું છે?
જ્યારે પણ રાગદ્વેષ મરશે ત્યારે તે ધર્મક્રિયાથી જ મરશે” એ વાત બરોબર સમજી રાખો પણ એની સાથે એ વાત પણ સમજી જ રાખો કે રાગદ્વેષ પ્રત્યે જો કરડી નજર નહિ થાય તો અનંતી ધર્મક્રિયાથી પણ રાગદ્વેષ નહિ જ મરે. ચાંદાની સારવાર જ શરૂ કરો. પછી તરત શરીરમાં લોહી પેદા થવા લાગી જશે.
તમારાં દાન, શીલ, તપને ધર્મ
ક્યારે કહેવાય? ધનની મૂછને તોડવા માટે જ દાન છે; વિષય વાસનાઓને તોડવા માટે શીલ છે; રસલપટતાને ખતમ કરવા માટે તપ છે.