________________
નહિ એસો જનમ બાર-બાર
૧૪૯
પણ ધર્મક્રિયાઓ તરફનો ઘસારા વિનાનો ધસારો પણ પરંપરયા તો લાભકારક બનતો જ નથી. જે ધર્મક્રિયાથી જ કલ્યાણ શક્ય છે તે ધર્મક્રિયા પણ જો કલ્યાણ ન કરી આપે તો પછી કલ્યાણ કોણ કરી આપશે? જગતના ભૌતિક સુખોમાં જ રાચતા લોકોના ધસારાની સાથે તો રાગદ્વેષના ઘસારાની અપેક્ષા રાખવી જ ખોટી છે; પરંતુ ધર્મી લોકોએ તો ધર્મસ્થાનોના ધસારાને કાયમ રાખીને તેમાં રાગાદિમળોનો ઘસારો ઊભો કરી જ દેવો જોઈએ. ધનમૂછને દાનધર્મનો, વિષય વાસનાને શીલધર્મનો. અને દેહમમતાને તપધર્મનો ઘસરકો આપજો અને કલ્યાણ સાધી લેજો.
સાંસારિક વ્યવહારો ઉપરથી ધર્મીનાં સાચાં ખોટાંપણાની સમજ પડે
સાચો ધર્મી શ્રાવક એટલે વેપાર જ નહિ કરનારો, લગ્નજીવનમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય જ પાળનારો અથવા તો લગ્ન નહિ જ કરાવી આપનારો એવું એકાંતે ન બોલી શકાય.
સાચો ધર્માત્મા કદાચ વેપારાદિ પણ કરે અને બીજી બાજુ જિનપૂજાદિની તમામ ધર્મકરણી પણ કરે.
અહીં પ્રશ્ન થશે કે જિનપૂજાદિ કરનારા ધર્મી લોકોમાં; સાચા ધર્મી અને ધર્મક્રિયા માત્ર કરનારા એવા બે ભેદ શી રીતે તારવી શકાય? બે ય વેપારાદિ કરે તેવું પણ બને એમ તો તમે જ કહો છોને?
આનો ઉત્તર એ છે કે જિનપૂજાદિ ક્રિયા કરનારાઓના સાચાપણાની ખાતરી એમની તે તે ધર્મક્રિયાઓથી ન થાય; પરંતુ એમના સાંસારિક વ્યવહારોના પાલનમાં એમની રીતભાત જોવાથી એ વાત સ્પષ્ટ સમજાઈ જાય.
જિનપૂજાદિ ક્રિયા કરનારો આત્મા જો સાચો શ્રાવક હોય તો તેના વેપારમાં નીતિ હોય, તેના જીવનમાં સચ્ચાઈ અને સદાચાર હોય, અંશતઃ પણ બ્રહ્મચર્યનો તે સ્વામી હોય. રડતી આંખે પોતાના સંતાનોના લગ્ન કરાવતો હોય; એની લગ્નકંકોત્રી પણ વિરાગ નીતરતી હોય.
જેનામાં સાચું ધર્મીપણું નથી એનામાં આમાંનું કશું ય કદાચ નહિ હોય. અને “નહિ હોવાનું” દુઃખ પણ નહિ હોય. જિનપૂજાની એકાગ્રતા જોવાથી કે ફંડફાળાના વખતે ઉદારતા જોવાથી કોઈ પણ વ્યક્તિને “સાચો ધર્મી' કહી દેવાનું સાહસ કરવા જેવું નથી. એ માટે તો ગલ્લા ઉપર બેઠેલો એને જોવો પડે; એના સંતાનોની