________________
૧૪૮
નહિ એસો જનમ બાર-બાર
ત્યાં માત્ર ધર્મ નહિ હોય પણ અનુપમ ઉઠાવથી ઓપતો ધર્મ હશે.
એક ધનાઢ્ય ધર્માત્માએ પોતાને ઘરે કોઈ નિમિત્તથી સકળ સંઘના પગલા કરાવ્યા. બહુમાનપૂર્વક સહુ વિદાય થયા પછી દીવાનખાનામાં જે ધૂળ ફેલાઈ હતી તેને ભેગી કરીને નોકર ફેંકી દેતો હતો ત્યાં જ તરત તેને શેઠે અટકાવ્યો.
તેને કહ્યું, “લાવ ચપટી ધૂળ મને આપ. આમાં તો તીર્થકરો, ગણધરો, ચૌદપૂર્વીઓ કે મહાસદાચારીઓના આત્માની ધૂળ પણ આવી હોય. એને માથે મૂકવાનું ય મારું સદ્ભાગ્ય ક્યાંથી?
મહારાજા, કુમારપાળ, સંઘયાત્રામાં રસ્તે આવતા વૃક્ષોને ય નમસ્કાર કરતા; કેમકે તે વૃક્ષો સંઘના યાત્રિકોને છાંયો દેતા હતા.
ઉઠાવ આપતો ધર્મ તે આનું નામ! આવા ધર્મની અનુમોદના અવશ્ય કરવા જેવી.
ઘસારા વિનાનો ધસારો
અવકાશયાત્રીઓ અવકાશમાં દોડયા! અણુસંચાલિત સબમરીનો ઉત્તર દક્ષિણ ધ્રુવના સીમાડા ખુંદી વળવા દોડી; અમેરિકનો વિયેટનામ તરફ ધસ્યા, ઈજિપ્તઈઝરાયલ એકબીજા ઉપર ધસી ગયા, વિશ્વધર્મ પરિષદમાં વિશ્વના પ્રતિનિધિઓએ ધસારો કર્યો, લાજ શરમ મૂકીને વૃદ્ધોને પણ સિનેમા ટોકિઝો, નાઈટ કલબો, બોલડાન્સ અને અશોક હોટલમાં ધસારો કર્યો છે.
મોટા માથાવાળા માનવોના માથામાં વિચારોએ ધસારો કર્યો છે; શ્રીમંતોના જીવનમાં શ્રીમંતાઈના ગુમાને ધસારો કર્યો છે, સત્તાધારીઓના દિમાગમાં રાઈના દાણાની ફોજે ધસારો કર્યો છે.
અરે! મંદિરોમાં ભાવુક લોકોનો ધસારો જોવા મળે છે; કહેવાતાં પ્રવચનોમાં બધા ય દોડી રહ્યા છે. પછી તે પ્રવચન ગમે તેનું હોય? તેમને જરા ય ચિંતા નથી!
માળાના મણકે આંગળીઓ દોડી છે. મનના ચાક ઉપર વિચારો ધસી ગયા છે.
પણ અફસોસ! ઘસારો ક્યાંય જાણે જોવા જ મળતો નથી. જ્યાં રાગદ્વેષના ભાવોને જરા ય ઘસારો આપવામાં ન આવે ત્યાં થતા બધા ય ધસારા નિષ્ફળ અને વિફળ સમજી લેવા.
અધર્મની ક્રિયાઓ તરફનો માત્ર ધસારો તો સાક્ષાત્ બરબાદી જ નોતરે છે