________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૪૫
ધર્મને પામ્યો તો તે કહેવાય કે જેને સુખમાં વિરાગ બની રહેતો હોય અને દુઃખમાં સમાધિ બની રહેતી હોય. ન તો એ સુખમાં લીન બની જતો દેખાય; ન તો એ દુઃખમાં દીન બની જતો જોવા મળે.
જીવનમાં સુખ અને દુઃખ તો આવવાના જ... કર્મના પરમાણુઓના પુંજની સોબતની એ જ તો બલિહારી છે.
તડકા અને છાંયડા ! છાંયડા અને તડકા! તડકા અને છાંયડા!
આ “સાઈકલ” તો ચાલ્યા જ કરવાની. મનપસંદ રીતે તડકાને છાયડા બનાવવા જનારો તો બિચારો છે. સંયોગોને શું ફેરવવા'તા? તમે જ આવેલા સંયોગ મુજબ ફરી જાઓ. નહિ તો ત્રણ સાંધશો અને તેર તૂટશે. તમે કેટલે પહોંચી વળશો?
એક જ વાત રાખો... સુખ આવી પડે તો વિરક્ત રહેવું; દુઃખ આવી પડે તો સમાધિસ્થ રહેવું. સુખને લેવા જવાનો કે દુઃખને કાઢવા જવાનો નાદાન પ્રયત્ન ધર્મ માણસના જીવનમાં હોઈ શકે જ નહિ. જો એવો પ્રયત્ન હોય તો એને ધર્મી કહેવાય નહિ; ધર્મની ક્રિયાવાળો જ કહેવાય.
ઔષધોની ખીચડી બનાવીને ખાઓ તો ય શું?
કુપચ્ય ન છોડો તો! પેટમાં જ સખત મળ હોય તો દૂધ પીઓ કે સહસ્ત્રપુટી અભ્રક ભસ્મ ખાઓ, બધું ય મળમાં જ વધારો કરે; શક્તિ લાવવાની વાત તો દૂર રહી પણ નબળાઈ જ વધતી જાય. છતાં દૂધ કે ભસ્મ કોઈ વૈદ્ય આપે તો તે મૂર્ખશિરોમણિ કહેવાય.
સુખોમાં લીનતા અને દુઃખોમાં દીનતા એ આત્માનો ભયાનક મળે છે. જ્યાં સુધી એ મળ દૂર ન થાય ત્યાં સુધી રસાયણ સમું જિનવાણીનું શ્રવણ પણ નકામું જાય અને પરમેષ્ઠિસ્મરણથી માંડીને સાધુજીવનસ્વીકાર સુધીના તમામ ધર્મોના સેવન પણ નકામા જાય. કદાચ પેલા મળમાં વધારો કરનારા પણ બની જાય.
હા.... મળના નાશના ઉદ્દેશથી કરાતા એ ધર્મોની વાત તદ્દન જુદી છે. આ વાત ધર્મી માણસોએ ખૂબ જ ગંભીરપણે વિચારવાની જરૂર છે. અર્થકામની આસક્તિ સાથે જો ધર્મ કરાય તો તે ધર્મ, આસક્તિના સાધનોની