________________
૧૪૬
નહિ એસો જનમ બાર-બાર
પ્રાપ્તિ માટે જ કરવાની અભિલાષા રહે તે તદ્દન સહજ છે. આવી અભિલાષા સાથેના ધર્મો તો અવશ્ય આસક્તિના (દીનતા લીનતાના) પાપોનો મળ વધારવા સિવાય બીજું કશુંય કરી ન શકે.
મિથ્થા સંતોષ માની લેવો નહિ. સાચો સંતોષ માનવામાં કોઈ વાંધો પણ નથી.
કહેવાતા ધર્મીને દુઃખો કેમ આવે છે!
કોણ બળવાન? ધર્મ કે અધર્મ? ધર્મક્રિયાઓ કે પાપક્રિયાઓ!
બેય પ્રકારની ક્રિયાઓને જીવનમાં સેવતા આત્માઓમાંના કેટલાક અમારી પાસે ફરિયાદ લાવે છે. તેઓ પૂછે છે કે અમે આટલો બધો ધર્મ કરીએ છીએ છતાં અમારે ઘરે ધાડ કેમ આવે છે?''
જ્યારે એમને એમ પૂછવામાં આવે છે કે “જીવનમાં પાપો પણ નથી કરતા શું?”
તરત તેઓ કહે છે કે, “તેય કરીએ છીએ; પણ ધર્મની સંખ્યા કરતાં અમારા પાપોની સંખ્યા ઓછી પણ હોય.'
આવા માણસોના પ્રશ્નનું સમાધાન શું આપવું? એ વિચાર મને આવતો નથી. હું તેમને તરત જ જણાવી દઉં છું કે તમારા લોકોના ઘણા ધર્મો પણ વાયુ જેવા જ છે. દેહને જ અડીઅડીને ચાલ્યા જાય; અડીઅડીને તરત પસાર થઈ જાય!
અને થોડા પણ તમારા પાપો એવા કાતિલ છે કે આત્મામાં આરપાર ઊતરી જાય.
જો આ વાત સાચી હોય તો તમારે હવે એ ફરિયાદ કરવાની રહેતી નથી. તમે જ તમારી મેળે સમજી લો.
વસ્તુતઃ તો ધર્મ જ બળવાન છે. ધર્મ અને પાપની કુસ્તી થાય તો ધર્મ જ જીતે; સુખો જ આવે; દુઃખો નાસભાગ જ કરે. જો આમ ન હોય તો કદાપિ કોઈ આત્માનો મોક્ષ જ ન થાય.
પણ નબળા દૂબળા ધર્મની સાથે કુસ્તી કરતાં મહાબલિષ્ઠ બનેલા પાપોની બાબતમાં તો પાપો જ જીતે ને? દુ:ખો જ આવે ને? સુખો જ ભાગે ને? બે ટંક પેટ ભરીને ખાવાનું સુખ શી રીતે મળી જાય છે એ જ પ્રશ્ન આવા લોકોએ તો કરવા જેવો છે.