________________
૧૪૪
નહિ ઐસો જનમ બાર-બાર
મારો, માંદા પાડો કે માંદા પાડવાની ઈચ્છા રાખો
જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારતા એમ કહી શકાય કે ત્રણ જ પ્રકારના ધર્મોને ધર્મ કહેવાય. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિથી તો રાગ, દ્વેષને મારી નાખ્યા પછીનો ધર્મ જ ધર્મ કહેવાય.
બીજા નંબરમાં રાગ-દ્વેષને માંદા પાડી નાખ્યા પછી થતો ધર્મ જ ધર્મ કહેવાય. આ ધર્મ સમ્યગ્દર્શનની ભૂમિકાથી પ્રાપ્ત થાય છે.
ત્રીજા નંબરમાં રાગ-દ્વેષ માંદા પડી જાય, એ મરી જાય તો સારું એવી સાચી ભાવનાપૂર્વકનો ધર્મ ધર્મ કહેવાય.
પહેલા ગુણસ્થાનની માર્ગાનુસારી જીવની ભૂમિકામાં આ પ્રકારનો ધર્મ જોવા મળે છે. આવો ધર્મ ત્યાં હોવાથી જ તે પ્રથમ પગથિયાને ગુણસ્થાન કહેવાય છે. જેમની પાસે આવા ધર્મસ્વરૂપ ગુણની પણ પ્રાપ્તિ થઈ નથી તેઓ તો પહેલા ગુણસ્થાને પણ (અપેક્ષાએ) ગણાતા નથી, એવા જીવોને માટે કોઈ ગુણસ્થાન જ નથી. ધર્મગુણવિહોણાને વળી ગુણસ્થાન શેનું ?
જેમને રાગ-દ્વેષ અતિપ્રિય છે, એવા જીવનમાં જ જે રાચે-માચે છે એ ‘બિચારા’ આત્માઓ ગમે તેટલા ક્રિયાકાંડ કરે, ત્યાગ-તપ કરે તો ય તેમનો કદાપિ નિસ્તાર થતો નથી. બેશક. એ જ ક્રિયાકાંડ વગેરે રાગાદિમળોને સાફ કરવાનો છે પરંતુ જેને, ‘એ મળો સાફ થાય તો સારું' એવી ભાવના હોય તેને જ એ ક્રિયાકાંડ વગેરે રાગાદિનાશક બને. બીજાને તો અનંતક્રિયાએ પણ ઠેકાણું ન જ પડે.
ધર્મ પામ્યાની ખાતરી શું?
દુઃખે સમાધિ અને સુખે વિરાગ!
ધર્મ સાંભળવો એ એક વાત છે.
ધર્મ સમજવો એ બીજી વાત છે.
ધર્મ પામવો એ ત્રીજી વાત છે.
‘ધર્મ પામ્યાની’’ પ્રતીતિ શું? એ વાત આપણે વિચારવી છે.
એક માણસ ધર્મ પામ્યો છે એની ખાતરી શું? આ વાત એક રીતે વિચારી શકાય. એમાંની એક રીત વિચારતા આ વાતનો એવો જવાબ પણ આપી શકાય કે