________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૪૩
થયા પછી જ ચાંલ્લા વગેરે માન્ય થાય; છતાં પરિણામો ઉત્પન્ન કરવાની ભાવના હોય તો ય તે ચાંલ્લા વગેરે માન્ય થાય પરંતુ જેને તેવી ભાવના જ નથી તેવાઓના ચાંલ્લા વગેરે સાવ નકામા જાય છે.
આ લક્ષ્મણરેખા ખૂબ સારી રીતે સમજીને પચાવવાની જરૂર છે. બે ય છેડાની જડતાઓ ખોટી છે. બેયની સાપેક્ષ સાચી સૂઝ જ વિકાસપ્રદ બને છે.
પાણીમાં વલોણું
બે જ કલાક છાશનું વલોણું ચલાવાય અને માખણ તરવાઈ જાય. ભલે. પણ પાણીના વલોણાથી બે કલાકે તો માખણ ન જ નીકળે પણ બાર કલાકે, બાર દિવસે અરે! બાર વર્ષે તો માખણ નીકળે જ ને ?
કેવો લાજવાબ પ્રશ્ન છે? એનો સ્પષ્ટ ઉત્તર છે. ના.... ના....ના...
આ જ વાત અધ્યાત્મભાવની દુનિયાને લાગુ કરીએ. કોઈ પૂછે છે કે, “અમારા જીવનમાં રાગ-દ્વેષના તોફાનોએ તો માઝા મૂકી જ છે. અમને એ રાગ, દ્વેષ ખૂબ ગમે છે; એટલા બધા ગમે છે કે કદાચ એના વિના અમે જીવી પણ ન શકીએ. છતાં આવી મનઃસ્થિતિ સાથે અમે જે તપ, જપ, સામાયિક, જિનપૂજા વગેરે ક્રિયાકાંડ કરીએ છીએ તે બધાયના ફળરૂપે કોક દિવસ તો અમારો મોક્ષ થશે જ ને ?''
આ પ્રશ્નનો પણ સ્પષ્ટ ઉત્તર છે. ના.. ના... ના...
જેના અંતર રાગ-દ્વેષના તીવ્રભાવોથી ઊભરાયેલા છે. એની ધર્મક્રિયાઓથી અનંતકાળ બાદ પણ મોક્ષ થઈ શકે જ નહિ. બેશક, એ જ ક્રિયા મોક્ષપ્રસૂતા છે પરંતુ એમાં એક શરત છે કે એ ક્રિયા ક૨ના૨ના અંતરમાં એક જીવંત ભાવના રમતી જ હોવી જોઈએ કે આ ક્રિયા કરતા કરતાં-એના પ્રભાવથી-મારા રાગદ્વેષના ભયંકર ભાવો મોળા પડો, મરી જાઓ. મને વીતરાગ પદ પ્રાપ્ત થાઓ.''
જો આ ભાવનાનું દહીં એ ક્રિયાના પાણીમાં બિલકુલ નથી તો એ પાણીનું વલોણું કદી માખણ તારવી શકનાર નથી.
સૂત્રના અર્થજ્ઞાન વિનાની ક્રિયા હજી ચાલશે પરંતુ ઉપરોક્ત ભાવના વિના તો કદી પણ નહિ ચાલી શકે.
પાણીમાંથી વલોણું અબજો વર્ષે પણ માખણ નહિ જ આપે.