________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૩૧
વધતો જાય છે પરંતુ એથી કાંઈ એનું મૂલ્ય વધતું નથી. એ ધસારો જ એના ઘસારામાં પરિમશે; કલેશ કંકાસનું સર્જન કરીને પૂર્ણનાશમાં વિલીન થશે.
ધર્મશ્રવણનો અધિકારી કોણ?
પાત્રતા જોયા વિના જ ગમે તે વસ્તુ આપી દેવાનો ભયંકર રોગ આજના બુદ્ધિવાદીઓને લાગુ થઈ ચૂક્યો છે. શાસ્ત્રકારોએ તો “કાચા ઘડામાં કદી પાણી નાખશો મા !” એમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. અપાત્રોને વસ્તુ ન દેવામાં જ એમના પ્રત્યેની કરુણા સાચી ઠરે છે. કેસરિયા દૂધ પણ સંગ્રહણીના દર્દીને ન જ આપવામાં કરુણા છે.
ધર્મશ્રવણમાં ય પાત્રતા જોઈએ. આ પાત્રતા ત્રણ પ્રકારની છે. મુંબઈ પહોંચવા, ગાડીમાં બેસવા માટે જેમ ત્રણ કલાસ હોય છે તેવું જ અહીં છે.
હિંસા, જૂઠ, ચોરી, વગેરે ૧૭ પ્રકારના પાપો છે. એ સત્તરેય પાપો “સારા છે.” “કરવા જ જોઈએ.” “ન કરીએ તો જિવાય નહિ એવી માન્યતા એ ૧૮મું પાપ છે. આ ૧૮મું પાપ જ અતિભયાનક ગણાય છે. સર્વ પાપો આની ઉપર જ કૂદતા હોય છે. પાપોનો બાપ જ આ છે. આ ૧૮ ય પાપોનો જેમણે ત્યાગ કર્યો તે સંસારત્યાગીઓ “ફર્સ્ટ કલાસની ટિકિટ પ્રાપ્ત કરે છે. સત્તર પાપ કરવા છતાં અઢારમાં પાપનો ત્યાગ કરનારા આત્માઓ સેકંડ-કલાસની ટિકિટ મેળવે છે. અને ૧૮ પાપ કરવા છતાં એ પાપો “જલદીથી જાય તો સારુ” ધર્મશ્રવણથી એવું બની જાય તો સુંદર.... એવી ભાવનાવાળાઓ “થર્ડ કલાસની ટિકિટ પ્રાપ્ત કરે. જેમને આવી પણ ભાવના નથી તે બધા ખુદાબક્ષો છે. ગાડીમાં ચડી જાય તો ય જેલ ભેગા જ થવાને સર્જાયેલા છે.
ફર્સ્ટ-કલાસવાળો ય મુંબઈ પહોંચે; થર્ડ-કલાસવાળો ય મુંબઈ પહોંચે. પણ ખુદાબક્ષ તો....!
ધર્મશ્રવણના ત્રણ પ્રકારના અધિકારીમાંથી તમારો નંબર ક્યાં છે?
ક્યાં છે એકાગ્રતા?
ધર્મની ‘બ્રીફ' લઈને મોટી મોટી તત્ત્વચર્ચા કરવા તો ઘણા માણસો અમારી પાસે ચાલ્યા આવે છે. બે ચાર ધર્મતત્ત્વો કોઈ પાસેથી સાંભળ્યા હોય એની ઉપર જ