________________
૧૩૨
નહિ એસો જનમ બાર-બાર
દરેક સાથે આવી વાતો કરવાથી એમનો બજાર ગરમાગરમ રહેતો હોય છે.
પણ આવા માણસોના મેં બે પ્રકાર જોયા છે. કેટલાકો વાતનો આરંભ જ કરે છે પછી તેમાં રસ લેવાને બદલે જાણે સાવ શૂન્યમનસ્ક બનીને બાઘાની જેમ અમારી સામે જોયા કરે છે. ધર્મના વિષયમાં આવા લોકોનો ત્રીજો માળ સાવ ખાલી હોવો જોઈએ એમ મને લાગ્યું છે. આ પ્રકારના લોકોમાં વાત સાંભળવાની એકાગ્રતા હોતી નથી; કેમકે તેઓ શૂન્યાગ્રતાનો ભોગ બન્યા હોય છે.
બીજા પ્રકારના માણસો વાતનો આરંભ કરે છે. તેમાં જરાતરા રસ પડયાનો દેખાવ કરીને વાતનું વતેસર કરવાની કાબેલિયત પણ દાખવે છે છતાં તેમની નજર ઘડિયાળ ઉપર જ વારંવાર પડતી હોય છે. આથી મને એમ લાગ્યું છે કે આ લોકોનું મગજ તો કોઈ બીજી વાતોનાં ચગડોળે ચડી ગયેલું હોવું જોઈએ. આવા માણસોએ ત્રીજો માળ ભાડે આપી દીધાનું મારું મંતવ્ય છે. આ પ્રકારના લોકોને હું અનેકગ્ર
ધર્મતત્ત્વને સમજવા માટે શૂન્યાગ્રતા અને એકાગ્રતા બે ય નકામા છે. શૂન્યાગ્રતા તામસભાવનું પ્રતીક છે; જ્યારે અનેકાગ્રતા રાજસભાવનું.
જરૂર છે એકાગ્રતાની; સાત્વિક ભાવની ધ્યાનમુદ્રામાં સાવ શૂન્યાગ્ર ન થવાય માટે જ આંખો સાવ બંધ રાખવાનો નિષેધ હશે? ડાફા-ડોળીઆ ન મારતાં સાવ અનેકાગ્ર ન થવાય માટે જ આંખો એકદમ ઉઘાડી રાખવાનો પણ નિષેધ હશે? નાસા ઉપર સ્થિર થવાની ઉક્ત બેય સ્થિતિની વચલી સ્થિતિનું વિધાન એકાગ્ર થવા માટે જ હશેને? એકાગ્રતા વિના ધર્મ કદી સિદ્ધ થઈ શકે નહિ.
પ્રયોગ વિનાનો યોગ! નિષ્ફળ!
અનેક શ્રોતાઓની ફરિયાદ આવે છે કે, “વર્ષોથી જિનવાણી સાંભળવા છતાં અમારા જીવનમાં એની અસર જ કેમ જણાતી નથી?”
આ પ્રશ્ન જ કેટલો વિચિત્ર છે? તાવની દવા લાવીને ખીસામાં મૂકી રાખનારો માણસ ડૉક્ટરને કદી એમ પૂછી શકે ખરો કે, “તમારી દવા લાવવા છતાં મારો તાવ કેમ જતો નથી?
ખરી વાત એ છે કે વર્તમાનકાળના શ્રોતાઓમાંનો ઘણોખરો વર્ગ માત્ર શ્રવણરસિક હોય છે. એમને સાંભળવાનું જ ખૂબ ગમતું હોય છે. પ્રવચન પૂર્ણ થયા