________________
૧૩૦
નહિ ઐસો જનમ બાર-બાર
નોકરી કરવાની ભાવનાથી કેટલા દોડે છે? છતાં નોકરી કેટલાને મળે છે ? એ વખતે એમની પાત્રતા (Qualifications) જ તપાસાય છે ને ?
જ્યાં અંધાધૂંધી મચાવવી હોય ત્યાં જ પાત્રતાને બદલે ભાવનાને મહત્તા આપવી જોઈએ, આથી જ ધર્મદ્વેષી લોકોએ ધર્મનો નાશ કરવા માટે પાત્રાપાત્રતાનો વિચાર વગોવીને ભાવનાનો વિચાર અગ્રસ્થાને મૂક્યો છે. એ લોકો એક જ વાત કરે છે કે, “ધર્મમાં વળી પાત્ર શું અને અપાત્ર શું? જેને ધર્મની ભાવના હોય એને દેવો જ જોઈએ. અહીં બધા ય સમાન છે.’'
કેવી ખતરનાક રજૂઆત છે? હું તો કહીશ કે સંગ્રહણીના દર્દીને દૂધ માટે અપાત્ર કહેવાની વાતની માંડવાળ કરીને એની ભાવના મુજબ દૂધ આપો અને પરીક્ષામાં પહેલા નંબરે જ ઉત્તીર્ણ થવાની ભાવનાવાળા બધાયને પહેલો નંબર આપો. સત્તાની ભાવનાવાળા સૌને સત્તાસ્થાને બેસાડી દો, પછી આવજો અમારી પાસે સુફીઆણી વાતો કરવા.
ધસારો તો થર્ડક્લાસના ડબ્બામાં જ હોય ને?
ફર્સ્ટ કલાસના ડબ્બામાં જેટલી ગીરદી હોય તેથી ઘણી વધુ ગીરદી થર્ડ કલાસમાં હોય. પણ બહુ સંખ્યાના કારણે કાંઈ થર્ડ કલાસનું મૂલ્ય વધી જતું નથી અને ફર્સ્ટ કલાસનું મૂલ્ય ઘટી પણ જતું નથી.
ગાંઠિયાવાળાની દુકાને લાઈન લાગે છે અને ઝવેરીની દુકાને કોઈક દિવસ કોક જ ફરકે છે. એથી શું ઝવેરીનું ઝવેરાત મૂલ્યમાં નબળું સાબિત થઈ જાય ? ના જરાય નહિ.
આવું જ કાંઈક ધર્મની વાતમાં છે. નિર્ભેળ ધર્મ પ્રાયઃ પાળવામાં કઠિન હોય. કેમકે લોકરુચિ મુજબ ધર્મને સરળ બનાવવામાં આવે તો એ ધર્મ ભેળસેળીઓ બની જ રહે. એમ કરતાં ધીમે ધીમે એનું સ્વરૂપ એ ખોઈ બેસે.
સાચી વસ્તુને લોકરુચિ ખાતર કદી વિકૃત કરાય નહિ. લોકો તો ગમે તે માંગે... પણ તેમની માગણી મુજબ જો ધર્મનું મોં બદલ્યા કરાય તો એ ધર્મ સરળ બનીને, અપાત્રોના હાથમાં જાય. અને એ અપાત્રોના હાથે એનો નાશ થાય.
આજે એવા સરળ બનાવી દેવાયેલા કેટલાક કહેવાતા ધર્મો છે કે જેણે પોતાના પ્રચાર માટે આશ્રમો પણ સ્થાપ્યા છે. એનો અનુયાયી વર્ગ પણ મોટી સંખ્યામાં