________________
નહિ એસો જનમ બાર-બાર
૧૨૫
જ માણસને એક લાખ રૂપિયાનું પહેલું ઈનામ મળવાનું છે. પણ દસે દસ લાખ માણસો કહે છે કે, “એ પહેલું ઈનામ કદાચ મને જ લાગી જાય તે શક્ય છે. ઈનામ ન જ લાગે તેવું કોઈ જ કહી શકે તેમ નથી. ઈનામ લાગશે જ તેવું પણ કોઈ જ કહી શકે તેમ નથી છતાં ઈનામ લાગવાની શક્યતા જ લોટરીના તત્ત્વને જીવંત રાખે છે. ફ્રાન્સના પ્રેસિડેન્ટ દગોલ એક વાર બ્રિટન ગયા ત્યારે તેની તમામ હોસ્પિટલોમાં તેમના લોહીને મળતું લોહી તૈયાર રાખવામાં આવ્યું હતું. ગમે તે સ્થાને ખૂન થતાં લોહીની જરૂરિયાતની શક્યતા કારણે જ..
ભૂખ્યો સિંહ ધસી આવે ત્યારે ચાર-છ માણસોને જ તે મારવાનો હોવા છતાં ઉપસ્થિત એક હજાર માણસોમાંના તમામ નાસભાગ કરે છે. ૪-૬ માં પોતાનો જ નંબર લાગી જવાની શક્યતાને કારણસ્તો. - હવે એક વાત કરી દઉં? આપણે મરવાનું છે એ તો નક્કી જ છે. ક્યારે કરવાનું છે એની આપણને ખબર જ નથી. છતાં દરેક પળે મરી જવાની શક્યતા તો ખરી જ ને? કોઈ પણ ભાવિની એકાદ પળ માટે આપણે છાતી ઠોકીને એમ કહી શકીએ ખરા કે, “આ પળે તો હું નહિ જ મરું?'' નહિ જ ને? તો પ્રતિપળની મરણની શક્યતાવાળાએ કેટલા સાવધાન બની જવું રહ્યું? રે! તમે ઉતરાવેલો વીમો જ આ વાતનો સાક્ષી નથી?
આદર્શપ્રાપ્તિની દષ્ટિએ
જૈન-નાસ્તિક પણ મહાન છે જેને દેવમાં વીતરાગતાનો, ગુરુમાં નિર્ગસ્થતાનો અને ધર્મમાં કૃપાનો આદર્શ મળ્યો.
કૃપામૂલક જિનધર્મને પામેલા હજારો લાખો ધર્મીજનોના અનુપમ જીવનો જેને આદર્શ તરીકે મળ્યા એવા જિનકુળમાં જન્મીને શ્રાવકપણાનું આદર્શ જીવન પામેલા શ્રાવક-શ્રાવિકાઓ તો મહાન છે જ. પણ અપેક્ષાએ એટલે સુધી વાત કહી શકાય કે એવા જિન-કુળમાં જન્મેલો જેનમાત્ર મહાન છે.
જૂઠા જમાનાના ઝપાટે ચડીને એ નાસ્તિક થઈ ગયો હોય તોય બીજા નાસ્તિકો કરતાં આસ્તિક બનવા માટેની બહુ મોટી શક્યતા એને પ્રાપ્ત થઈ છે.
ગમે તે કારણસર, ક્યારેક પણ જિનમંદિરમાં ભટકાઈ જવાનું; ગુરુવર્ગ પાસે જઈ ચડવાનું એને બની જાય. કોક ધર્મગુરુનો ઉપદેશ સાંભળવાનો પ્રસંગ એને