________________
૧૨૪
નહિ એસો જનમ બાર-બાર
બોદા માલના ય સારા ભાવના યુગમાં
અમારી અવદશા!
આજે તો સાવ બોદા ગણાતા માલના પણ ઊંચા ભાવ બોલાવા લાગ્યા છે. અરે! બારદાનનું પણ માર્કેટમાં ગૌરવ છે. એના ય ભાવો સારા બોલાય છે. આવી સ્થિતિમાં ધાર્મિક ક્ષેત્રની સ્થિતિનો વિચાર કરીએ તો એમ લાગે કે અહીં તો અવદશા જ બેઠી છે.
અહીં તો સારામાં સારા માલનોય ભાવ જ બોલાતો નથી. અરે! એ સાવ મફતમાં જ જઈ રહ્યો છે.
સાત ક્ષેત્રોમાં દાન એટલે? કેટલો ઊંચો માલ! સ્વસ્ત્રી સાથે પણ શીલનું પાલન! કેટલો ઊંચો માલ! અને તપધ”! એ માલની તો વાત જ શી કરવી?
પણ આ માલવાળાઓને પૂછો તો ખરા કે એનો ભાવ કેટલો બોલાય છે? સાચો માણસ હશે તો તમને ઝટ કહી દેશે કે “મીંડું. હૈયામાં ભાવનું નામ જ નથી. બસ! કર્યું જાઉં છું.”
જે દાનની પાછળ ધનની મૂછ સામે કરડી નજર ન હોય; જે શીલની પાછળ વાસના તરફ સૂગ ન હોય, જે તપની પાછળ આહારાદિ તરફ તિરસ્કાર ન હોય તે દાનાદિને દાનાદિ જ ન કહેવાય. ધનાદિ પ્રત્યેના તિરસ્કારના ભાવ વિહોણા દાનાદિ એટલે એ બધાય, એકડા વિનાના મીંડા જ સમજી લેવા. સ્વરૂપથી જ ઉત્તમ એવા દાનાદિ-દ્રવ્યોના ભાવ જો વધી જાય તો બધાય ભવ કપાઈ જાય! એમાં શી નવાઈ?
શક્યતા એ જ મોટી વાત
“બટાટા ન ખાવા છતાં બટાટા ખાધાનું પાપ લાગે જ કેમ?” આવા પ્રકારના પ્રતિજ્ઞા સંબંધિત પ્રશ્નો ઘણા લોકો પૂછતા જ હોય છે.
આનો સીધો ઉત્તર એક જ છે કે બટાટા ન ખાવા છતાં પ્રતિજ્ઞા નહી કરનારને બટાટા ખાવાની શક્યતા તો ખરી જ ને? બસ એ જ મોટું પાપ. તમે ખાઓ કે ન ખાઓ.
લોટરી શું વસ્તુ છે? દસ લાખ લોકો એકેકા રૂપિયાની ટિકિટ લે તેમાંથી એક