________________
નહિ એસો જનમ બાર-બાર
૧ ૨ ૩
આજ સુધી સમજાવ્યું તે જ અક્ષરશઃ સાચું છે. પણ કોણ જાણે હું કેવા પાપાત્મા છું કે મને વાસનાઓ પજવતી લાગે છે. મહાભિનિષ્કમણના પંથે પગ મૂકવાનો પ્રચંડ પુરુષાર્થ કરતાં પતનનો મહાભય મારા અંતરને કોરી રહ્યો છે. પિતાજી! મને ક્ષમા આપો.”
રમેશની આ વાત સાંભળીને, લગ્ન ન કરવાથી એનું જીવન ઉન્માર્ગે ચડી જવાના ભયને નજરમાં રાખીને એ પાપથી એને બચાવી લેવા માટે અમારે તેને એક ખીલે બાંધી દેવારૂપ લગ્ન કરવાનું નક્કી કરવું પડયું છે. હવે આપ સકુટુંબ પધારજો અને નવદંપતીને આશિષ દેજો કે, “તમે સદાનું પવિત્ર જીવન જીવતાં રહીને સર્વવિરતિનો ધર્મ વહેલી તકે સ્વીકારજો અને સ્વનું કલ્યાણ કરીને અમારા સહુનું કલ્યાણ કરજો.”
સ્વદ્રવ્ય જિનપૂજા! મહાપાપોની નાશક
જેના જીવન અઢળક પાપોએ રંગાઈ-ખરડાઈને કાબરચીતરા બની ગયા છે એને કેટલી વાતો કરવી? કેટલા પાપો છોડાવવા? વળી વિહાર કરી ગયા પછી શું? અગ્નિ ગયો કે દૂધનો ઊભરો શાંત!
આ પરિસ્થિતિને એક જ રીતે હલ કરી શકાય તેમ લાગે છે. જો એ છતાં ય કોઈ ઉકેલ ન આવે તો બીજો કોઈ ઉપાય નથી એમ પણ કદાચ કહી દેવું પડે.
જિનવાણીનું શ્રવણ બારે ય માસ મળવાનું એકદમ શક્ય નથી; પરંતુ જિનેશ્વર ભગવાનનું પૂજન તો બારે ય માસ માટે શક્ય છે. જો આ પૂજન વિધિપૂર્વકનું બની જાય અને સ્વદ્રવ્યથી થતું રહે તો ઉમંગમાં એવો ઉછાળો આવે કે એમાં શું શું ન બને એ જ પ્રશ્ન છે. ભાતભાતના શુભ સંકલ્પો જાગ્રત થતા જ રહે; અનેક ખરાબીઓ જીવનમાંથી નાબૂદ થતી જ રહે. આપમેળે નિત્ય-નવી પ્રેરણા મળતી જ રહે.
બીજું કાંઈ જ ન બને તો હું કહીશ કે છેવટે સ્વદ્રવ્યથી વિધિપૂર્વક જિનપૂજા કરો. મારો ભગવાન તમને બધી રીતે ઠીક કરી દેશે. પૂજનના પુણ્ય દુઃખ જશે; અને પૂજનના ભાવે પાપવાસનાઓ શાંત પડી જશે. દુર્લભ એવું માનવજીવન વારંવાર સુલભ બની જશે. પછી મોક્ષ તો હાથવેતમાં જ છે ને ?
સહુ પૂજક બનો પરમાત્માના!