________________
૧૨૨
નહિ ઐસો જનમ બાર-બાર
તેની તરફ કેટલાકોને સૂગ ઉત્પન્ન થઈ છે!
આ લોકો બંધનમાં રહેવા માગતા જ નથી એવું પણ નથી. એમના ભોગરસને પામવા માટે તો સ્કૂલ, કોલેજના તમામ બંધનો એમણે સ્વીકાર્યા જ હોય છે; વેપારના તમામ ધારાધોરણો એમને માનવા જ પડે છે. સરકારની ૨૫-૫૦ ઉપાધિઓને કારણે એ લોકો સતત જાગૃત રહેતા જ હોય છે. કોર્ટની તારીખો; રેલવેના સમય; સિનેમાના શોના ટાઈમ; પાર્ટીઓ અને કલબોના તમામ બંધનો એમને સદા માટે માન્ય હોય જ છે. ધર્મનું જ ક્ષેત્ર એવું છે જ્યાં આવા લોકો નટ થઈને બોલી શકે છે કે, “અમને બંધન ફાવે નહિ. અમને બંધનમાં ત્રાસ થાય છે!’’ ભલે ત્યારે; આવા માણસોની અમારે તો દયા જ ચિંતવવી રહી ને ?
શ્રાવકની લગ્નપત્રિકા પણ કેવી હોય?
દેવાધિદેવ શાસનપતિ પરમાત્મા મહાવીરના શાસનને હૈયાથી પામેલા શ્રાવકની લગ્નપત્રિકા પણ વાંચનારના અંતરમાં ભરપૂર વિરાગ ઉત્પન્ન કરી દે તેવી હોય. આ રહ્યું તેનું આછેરું કોકે કરેલું; મેં માત્ર સુધારેલું ‘ડ્રાફટિંગ.’
‘‘વિ. માં જણાવવાનું કે અમારા ચિ. રમેશના લગ્ન... તિથિના દિવસે નિર્ધા૨વાની અમને ફરજ પડી છે.
બાળવયથી ૨મેશને અમે એક વાત રોજ કરતા હતા કે, “બેટા રમેશ! સાધુ જ થજે. આ સંસાર એકલા પાપોથી ભરેલો છે. જીવ-હિંસા વગેરે પાપો કર્યા વિના અહીં જીવાતું જ નથી અમે તારા માતાપિતા એવા અભાગીઆ નીકળ્યા કે આ પાપમય સંસારનો ત્યાગ ન કરી શક્યા. પરંતુ બેટા રમેશ! તું ખરેખર અમારો કહ્યાગરો દીકરો હોય તો અમે વાવેલો સંસારનો ઝેરી વડલો તું આગળ વધવા ન દઈશ. સર્વવિરતિના પંથે પ્રયાણ કરીને એ વડલાને ત્યાં જ કાપી નાખજે.
‘પુણ્યના યોગે સાંપડી જતો સુખમય સંસાર પણ દુઃખમય અને પાપમય છે એ વાત અમે - તેના માતાપિતા કાયમ કરતા. અને બધી વાતનો અંત તો અણગાર બનવાની ભાવના વ્યક્ત કરીને જ લાવતા.
‘પણ અફસોસ! યૌવનના ઉંબરે આવીને ઊભેલા રમેશને અમે જ્યારે એકવાર તેના અંતરની ભાવના પૂછી ત્યારે તેણે જે વાત કરી તેથી અમારું બન્નેયનું અંતર દુઃખિત થઈને રડી ઊઠ્યું. એણે કહ્યું, “પૂજનીય માતાપિતાજી! આપે મને જે કાંઈ