________________
וד
નહિ એસો જનમ બાર-બાર
૧૨૧
ભારે ગમી ગઈ હોય છે. આવા મનમાન્યા મમત્વોનું અહીં પોષણ થતું નથી એટલે સાધુ થવાની લાચારી દેખાડવામાં આવે છે.
આવા મમત્વોને કા૨ણે એ જીવો કેટલા દુઃખનો ડુંગર માથે ઊંચકવા તૈયાર થાય છે? કેટલા પાપો ખૂંદવા સજ્જ બની જાય છે? ભગવાન જિનેશ્વરદેવોની કેટલી આજ્ઞાઓને પગ નીચે કચડવાની તૈયારી બતાવતા હોય છે? કેટલા જીવોનો હત્યાકાંડ એમને મંજૂર થઈ જાય છે?
બહુ સીધી સાદી નફા-તોટાની ગણતરી હોવા છતાં ભોગ-રસિકોનેઃ ભારેકર્મી જીવોને આ વાત સમજાતી નથી એ કાંઈ નાનુસુનું આશ્ચર્ય નથી.
સંસારનો પ્રત્યેક રંગ, વિરાગ નીતરતો હોવા છતાં એમાંથી પરાણે રાગ નીચોવવો અને એના બે પાંચ ટીપાંમાં આટલું મોટું નુકસાન વેઠવું એમાં કંઈ બહાદૂરી હશે?
જૈનધર્મમાં જન્મ લઈને પસ્તાવો થયો નથી ને?
એમ સાંભળ્યું છે કે સ્વ. વડા પ્રધાન નહેરુને કોઈકે પૂછયું કે હિન્દુપ્રજાજન તરીકે તેમનો જન્મ થયો છે તે અંગે તેમને શું લાગ્યું છે? તેમણે જવાબ આપ્યો કે,‘હું એનો પસ્તાવો કરું છું!''
આ જ પ્રશ્નનો ઉત્તર આપતાં. સ્વ. વડા પ્રધાન શાસ્ત્રીએ કહ્યું હતું કે, ‘હિન્દુપ્રજાજન તરીકે મારી જાતને ઓળખાવતા હું ગર્વ અનુભવું છું!' '
જેવો જેનો બાળ-ઉછેર તેવું તેનું માનસ ઘડતર.
ખેર... જૈનોને પણ હું આ જ પ્રશ્ન પૂછું છું. મને લાગે છે કે ઘણા કોલેજિયન જૈન યુવાનોનો ઉત્તર સ્વ. નહેરુ સાથે તાલ મિલાવતો હોવો જોઈએ.
કંદમૂળ ન ખવાય; રાત્રે ન ખવાય, સિનેમા ન જોવાય; રોજ પ૨માત્મપૂજા કરવાની; ગુરુવંદન કરવાનું, હોટલમાં ન જવાય... ઈત્યાદિ એટલી બધી મર્યાદાઓ, પાળવાની અને વિધિ સાચવવાની હોવાથી આજના જૈનયુવાનોને જૈનધર્મથી જાણે ત્રાસ છૂટી ગયો લાગે છે!
કેટલો પ્રચંડ ભોગ૨સ અંતરમાં ખાબક્યો હશે ત્યારે જ આવી માનસિક સ્થિતિનું નિર્માણ થતું હશે ને ? શાસ્ત્રકાર ૫૨મર્ષિઓએ જે જૈનત્વના ભરપેટ ગીત ગાયા છે