________________
૧૨૦
નહિ એસો જનમ બાર-બાર
તમે નાણાભીડમાં છો? તો ય સાધુ થાઓ. તમને સંગદોષથી વાસનાઓ પજવે છે? ઝટ, સાધુ થાઓ. તમને પરલોકનો ભય લાગ્યા કરે છે? તો સાધુ થાઓ. તમારે રાજકારણથી મુક્ત થવું છે? તો સાધુ થાઓ. વિશ્વશાંતિ સાધુ થવામાં જ છે. ગૃહશાંતિ અને રાષ્ટ્રશાંતિ પણ સાધુ થવામાં જ છે. સર્વકલ્યાણ પણ સાધુ થયા વિના કોઈ કરી શકે તેમ નથી. ના.... સર્વોદય કાર્યકરો પણ સર્વોદય નહિ લાવી શકે.
અદ્ભુત કોટિનું છે સાધુત્વ... એની સઘળી વ્યવસ્થાઓ જ એવી છે કે શાસ્ત્રનીતિ જાળવીને ગમે તેટલી મુક્ત જબાનથી સઘળી સાચી વાત કહી શકવા સુસમર્થ બની રહે છે. નથી એને રાજકારણનો ભય; નથી એને ખાવાની ચિંતા, નથી એને કપડાની ચિંતા.... કદી ન પજવે મોંઘવારી, કદી ન પજવે કલેશ કંકાસનું વાયુમંડળ.... આવી મજબૂત વ્યવસ્થા જૈનસાધુ જીવનને જ વરેલી છે, માટે જેનસાધુ બનવાથી જ સર્વ પ્રશ્નો ઊકલી શકે. સાધુ બનવાથી જ સર્વ દુઃખોથી, અને સર્વ પાપોથી મુક્તિ મળી શકે.
બધું મંજૂર! ઓઘો ના મંજૂર!
સર્વ પાપોને થંભાવી દેતું અને સર્વ સાંસારિક “હેયાબળાપા'ના દુઃખોને મિટાવી દેનારું સાધુજીવન આજે વિદ્યમાન હોવા છતાં એને સ્વીકારવા કેટલા તૈયાર થાય છે?
દ્વારકાદહન વખતે દેવે જાહેરાત કરી હતી કે, “ભગવાન નેમનાથસ્વામી પાસે સાધુ થવા જે તેયાર થશે તેમને જ બચવા દઈશ; બાકીના બધાયને સળગાવી દઈશ.” તો ય એક જ શ્રાવક તૈયાર થયો, બાકીના બધાય જાતે જ બચી જવાની આશામાં દેવને આધીન ન થયા. અંતે બળી મર્યા.
સંસારના દુઃખો કેવા? હાથ બાળવા જેવા લોચ, વિહારાદિના કષ્ટો ભલે ત્યાં નથી પરંતુ હૈયાબળાપા કેટલા? એનો તો કોઈ આરોવારો જ ન દેખાય.
આમ છતાં એ સંસારથી ત્રાસી જઈને સાધુ થવા કેટલા તૈયાર થાય? ભાગ્યે જ થોડા.
કેવી મધલાળ વળગી છે ભોગવાસનાની? સુખશીલતાની? અથવા કોટુંબિક મમત્વની? કેટલાક વાસનાની પીડાથી સાધુ થવા તૈયાર થતા નથી. કેટલાક કુટુમ્બાદિના મમત્વના ખીલે બાંધી રહ્યા હોય છે. કેટલાકને વળી દેહની સુખશીલતા