________________ સગવડતાની જાલિમ ખતરનાકતા માર્ગ પર છે એને હાથ અને સાથ આપીએ સંયમજીવનમાં સગવડતા આપણે જે પણ સ્વીકારતા હોઈએતે, પણ સગવડતા એક એવી બાબત છે કે એક વાર એને સ્વીકારી લેવામાં આવે છે પછી એનાં નબળાં ધોરણો આપણને ફાવતા જ નથી. આજે તમે પવનવાળી જગા પસંદ કરો, આવતી કાલે મન પવન વિનાની જગા પર બેસવા સંમત જ નહીં થાય. આજે દૂધમાં સાકર લઈ આવો, આવતી કાલે સાકર વિનાના દૂધ પ્રત્યે મનમાં દુર્ભાવ પેદા થઈ જશે. આજે નિષ્કારણ દોષિત ગોચરી વાપરો. આવતી કાલે નિરસ નિર્દોષ ગોચરી જીભને જામશે સાપેક્ષ યતિજીવન છે ને આપણી પાસે ? અન્યની સહાયથી જેમ આપણું સંયમજીવન ચાલી રહ્યું છે તેમ અન્યના સંયમજીવનમાં ય આપણે ઓછે-વો અંશે સહાયક બન્યા જ રહેવાનું છે. - આમ છતાં, આપણે એક કામ ખાસ કરવાનું છે. જેઓ પણ માર્ગ પર છે, પોતાની શક્તિ પ્રમાણે આરાધનાના માર્ગે આગળ વધી રહ્યા છે એ તમામને આપણે અવસરે અવસરે હાથ અને સાથ આપતા જ રહેવાનું છે. | હાથ આપવાનો છે એટલે હૂંફ આપતા રહેવાની છે અને સાથ આપવાનો છે એટલે હિંમત આપતા રહેવાની છે. જો આ જવાબદારી નિભાવવામાં આપણે ટૂંકા પડ્યા કે મોડા પડ્યા તો શક્ય છે કે એના અભાવમાં કોક સુયોગ્ય સંયમી પણ સંયમનાં પરિણામ ગુમાવી બેસે ! ના. આ પાપતો આપણે કરાય જ શી રીતે? 99