________________
વાંચી લે શાયરની આ પંક્તિ : કદી મનની ખાતાવહી ના તપાસી, ખપી જિંદગી એક દેવાળિયામાં.' દર્શન, બચાવી લેજે તારી જિંદગીને આ કલંકથી.
ઉપપ૪
દર્શન,
જીવનસાગરના કિનારે બેઠેલી એક મા, એ સમયે પોતાના દીકરાને પામીને કેવી પ્રસન્નતા અનુભવી શકે છે એ મેંનજરોનજર જોયું છે. ૩૫૩૫ વરસથી પોતાના અહંને સલામત રાખીને જીવન જીવતો દીકરો એક જ ઝાટકે પોતાના અહંનું વિસર્જન કરીને પશ્ચાત્તાપની પાવન ગંગામાં ડૂબકી મારતાં મારતાં કેવો હળવો ફૂલ બની શકે છે એ મેં નજરોનજર જોયું છે. અને એના પરથી તારા જેવા દરેક યુવાનને ખાસ સલાહ આપું છું કે જીવનમાં ક્યારેય એવું વર્તન કરી બેસતાં કે જે વર્તન મમ્મીપપ્પાની આંતરડી કકળાવનારું બની રહે.
ખ્યાલ છે તને ? પપ્પા એ ઘરનું મસ્તક છે, તો મમ્મી એ ઘરનું હૃદય છે. શરીરમાં જો હૃદયની અવગણના કરવામાં આવે છે તો જીવન સમાપ્ત થઈ જાય છે. ઘરમાં મમ્મીની અવગણના કરવામાં આવે છે તો ઘરની પ્રસન્નતા સમાપ્ત થઈ જાય છે. શરીરમાં મસ્તકની ઉપેક્ષા કરવામાં આવે છે તો જીવન વેરવિખેર થઈ જાય છે. ઘરમાં પપ્પાની અવગણના કરવામાં આવે છે તો ઘર અસ્તવ્યસ્ત થઈ જાય છે.
હા. બને એવું કે દીકરા-વહુને પોતાના અહંના નશામાં આવાં બધાં નુકસાનો ન પણ દેખાતાં હોય, આવી નુકસાની એમને મન બહુ મહત્ત્વની નું પણ લાગતી હોય પણ એનો અર્થ એવો નથી કે એ નુકસાનીથી ઘર ઊગરી જાય છે. જોયો છે ને તે રેતીનો ઢગલો ? એના દરેક કણ હોય છે સાથે અને છતાં હોય છે સાવ જુદા !
કારણ ? એક જ. પ્રત્યેક કણ રુક્ષ હોય છે. સ્નિગ્ધતાનો અંશ પણ એમનામાં હોતો નથી. જે ઘરનાં સભ્યો આવાં સંવેદનહીન, પ્રેમહીન અને વાત્સલ્યહીન હોય છે, એ સભ્યોનાં જીવન હોય છે પર્ણહીન બની ગયેલા વૃક્ષ જેવા. એના પર પ્રસન્નતાનું પંખી ક્યારેય બેસતું નથી, એના પર સદ્ગુણોનું ફળ ક્યારેય આવતું નથી, એના પર ઉદારતાનાં પર્ણો ક્યારેય ખીલતાં નથી, એના પર ઔચિત્યનું પુષ્પ ક્યારેય ઊગતું નથી, એની છાયા કોઈનાય જીવન માટે વિશ્રામરૂપ બનતી નથી, એની ડાળ પર મસ્તીની કોયલ ક્યારેય ટહુકા કરતી નથી, એનું અસ્ડિ કોઈનેય માટે આનંદરૂપ બનતું નથી.
મહારાજસાહેબ,
ભુસાવળના વાઇસ પ્રિન્સિપાલનો આપે લખેલો પ્રસંગ વાંચી આંખમાંથી આંસુ પડી ગયાં. ૩૫૩૫ વરસથી એક જ ઘરમાં અને એક જ સાથે રહેવા છતાં જે દીકરાએ મા સાથે બોલવાનું બંધ કર્યું હશે એ માની હાલત કેવી કફોડી થઈ હશે એની કલ્પના કરતાંય ધ્રૂજી જવાય છે. પ્રશ્ન તો એ થાય છે કે અહં શું આટલો બધો નિર્દય બની શકતો હશે ? બુદ્ધિ શું આટલી બધી વિકૃત બની શકતી હશે ? સંવેદનશીલતા શું આટલી હદે મરી પરવારતી હશે ?
દર્શન, અહં જે ત્રાસ વર્તાવે છે એ ત્રાસ આગળ ઍટમ બૉમ્બનો ત્રાસ તો કોઈ વિસાતમાં નથી. કદાચ કહેવું હોય તો એમ કહી શકાય કે ઍટમ બોંમ્બના ત્રાસના મૂળમાંય હોય છે તો અહંનો જ ત્રાસ ! ન હોય જો અહંની ઉશ્કેરણી તો શું ફેંકી શકાય કોઈ પણ શહેર પર ઍટમ બોંમ્બ?
જે એંટમ બૉમ્બ દુર્જનો સાથે સજ્જનોનેય મારી નાખે છે, માણસો સાથે પશુઓનેય ખતમ કરી નાખે છે, પશુઓ સાથે વનસ્પતિનેય બાળી નાખે છે, વનસ્પતિ સાથે પાણીનેય દૂષિત કરી નાખે છે, પાણી સાથે પર્યાવરણનો લય પણ ખોરવી નાખે છે, પર્યાવરણનો લય ખોરવી નાખવા સાથે વરસો સુધી એ શહેર પર પોતાની ગલત અસર મૂકતો જાય છે એ ઍટમ બૉમ્બ જો અહંનું સર્જન હોય તો દર્શન, મારે તને એટલું જ કહેવું છે કે અહંને તું મામૂલી ન માનતો સર્પ જ ભયંકર નથી, સાપોલિયું પણ ભયંકર જ છે. ઍટમ બૉમ્બ ફેંકવા સજ્જ કરે એ જ અહં ભયંકર નથી, કોઈની પણ સાથે ‘તોડવા’ મનને તૈયાર કરે, એ અહં પણ ભયંકર જ છે.
તું તારી જ પોતાની અત્યાર સુધીની મનોવૃત્તિને તપાસી જાને ? ઉપકારી