________________
તે કહ્યાંય નહીં હોય એવાં સુંદર પરિણામો તને અનુભવવા મળશે. વાંચી છે કો'ક કવિની આ પંક્તિઓ?
જેની જીભ મીઠી, તેને ઘેર ઘેર ચિટ્ટી; જેની જીભ ઝેરી, એને મલક આખો વૈરી.’ ધન્યવાદના શબ્દો એ અમૃત છે તો ફરિયાદના શબ્દો એ ઝેર છે.
એ ઉપકારી પ્રત્યેના અહોભાવથી પોતાના દિલને ભીનું પણ ન રાખે તો એ તો પથ્થર દિલનો પ્રત્યક્ષ પુરાવો છે. તે જે દલીલ ઉઠાવી છે ને, એનો અમલ તારા ખુદના જીવનમાં કરી જોજે. તને ખબર પડી જશે કે કરાતા ઉપકારની નોંધ પણ ન લેવાય અને છતાં ઉપકાર કરતા રહેવાની ભાવના ટકાવી રાખવી એ કાંઈ બચ્ચાંના ખેલ નથી.
તને કદાચ ખબર નહીં હોય પણ આ હકીકત છે કે આ જગત અત્યારે થોડું ઘણુંય સારું દેખાતું હોય તો એનો યશ કૃતજ્ઞતા ગુણને ફાળે જાય છે. ઉપકાર લેનાર, ઉપકાર પામનાર યત્ર-તત્ર-સર્વત્ર ઉપકારીના ઉપકારને ધન્યવાદના શબ્દોથી નવાજતો જ રહ્યો છે. અને એનું જ એ પરિણામ આવ્યું છે કે ઉપકાર કરનારના મનમાં ઉપકારો કરતા જ રહેવાની ભાવના ધબકતી રહી છે. શક્તિ પ્રમાણે ઉપકારો કરતા રહેવાનું એણે ચાલુ જ રાખ્યું છે. જો એમાં કડાકો બોલાયો હોત તો?
મહારાજસાહેબ,
મારા માટે આપે કરેલું અનુમાન સાવ સાચું છે. મમ્મી-પપ્પા પાસે હું ધન્યવાદના શબ્દો બોલ્યો હોઉં ક્યારેય એવું મને યાદ આવતું નથી. બોલ્યો છું તો ફરિયાદના શબ્દો જ બોલ્યો છું. અપૂર્ણતાની ફરિયાદ, અપેક્ષાભંગની ફરિયાદ, અવગણનાની ફરિયાદ, બને એવું કે મારા આવા ગલત અભિગમે જ મમ્મીપપ્પાને મારી અગવણના કરવા પ્રેર્યા હોય પણ પ્રશ્ન મને એ થાય છે કે સૂર્ય પોતાના સ્વભાવથી જ પ્રકાશ ફેલાવે છે, ચન્દ્ર પોતાના સ્વભાવથી જ ચાંદની રેલાવે છે, નદી પોતાના સ્વભાવથી જ વહેતી રહે છે, વૃક્ષ પોતાના સ્વભાવથી જ છાંયડો આપતું રહે છે.
ટૂંકમાં, ધન્યવાદના શબ્દોની અપેક્ષા રાખ્યા વિના જ માત્ર પોતાના સ્વભાવથી જો આ ચન્દ્ર-સૂર્ય વગેરે જગત પર પરોપકાર કરતા રહે છે તો પછી માણસે પોતાના દ્વારા થતા ઉપકાર પછી ધન્યવાદના શબ્દો સાંભળવાની અપેક્ષા શું કામ રાખવી જોઈએ?
દર્શન, આ તું નથી બોલતો, તારા હૃદયનો કબજો જમાવી બેઠેલો કૃતજ્ઞતાનો ભાવ બોલે છે. આ પ્રશ્ન તારો નથી, તારા મન પર કબજો જમાવી બેઠેલી વિકૃત બુદ્ધિનો છે. તને ખ્યાલ છે ? આ દેશે સૂર્યને નમસ્કાર કર્યા છે, નદીને માતા માની છે, ચન્દ્રને ‘મામા’ કહ્યો છે અને વૃક્ષને જીવન માન્યું છે.
કારણ? કૃતજ્ઞતાનો ગુણ ! બુદ્ધિની નિર્મળતા ! ઉપકાર કરનાર ભલે સ્વભાવથી ઉપકાર કરતો હોય પણ ઉપકારનું ભોજન બનનાર એ ઉપકારને યાદ પણ ન રાખે,
દર્શન,
એક વાત તારા હૃદયની દીવાલ પર કોતરી રાખજે કે જેના જીવનમાં કૃતજ્ઞતા નથી, પોતાના પર થઈ રહેલા ઉપકારોને સમજવા જેવી દષ્ટિ નથી, ઉપકારી પ્રત્યે અંતરમાં કોઈ સદ્ભાવ નથી, એ માણસ કરુણાનો અધિકારી બની શકતો નથી.
ટૂંકમાં, કરુણાપાત્ર બન્યા રહેવાની પહેલી શરત છે, દિલને કૃતજ્ઞતાયુક્ત બનાવેલું રાખવું. શું કહું ? આ જગતમાં આજે સંપત્તિનો કે સ્નેહનો એટલો દુકાળ નથી જેટલો દુકાળ કૃતજ્ઞતાના ગુણનો છે, જેટલો દુકાળ ધન્યવાદના શબ્દોની અભિવ્યક્તિનો છે.
મને ખ્યાલ છે, તારી પાસે સારા એવા પ્રમાણમાં સંપત્તિ પણ છે અને ઉદારતા પણ છે. તું છૂટથી સંપત્તિ વાપરી પણ રહ્યો છે. પણ હવે એક પ્રયોગ શરૂ કર, ધન્યવાદના શબ્દો તું છૂટથી વાપરતો રહે અને એની શરૂઆત ઘરથી કરે. ઘરમાંય